Business

NIFD કે NIFT???

પ્રાણાલીએ ધો. 12 વિજ્ઞાન ગણિત જૂથ સાથે  પાસ કર્યું છે પરંતુ ગણિત સાથે ઉચ્ચ  અભ્યાસક્રમમાં નથી જવું. માતા-પિતાને  ખાસ કરીને માતાને આર્કિટેક્ચરમાં મોકલવી છે પરંતુ પ્રણાલીની ઈચ્છા નથી. તો શું કરવું એ  મુંઝવણ. ફેશનના ક્ષેત્રે આગળ વધવું છે. સામાન્ય લોકોની માન્યતા પ્રમાણે  ફેશન એટલે ડ્રેસ ડિઝાઈનિંગ અને એ કર્યા પછી બુટીક જ ખોલવું પડે  પરંતુ અમુક માન્યતા વિવિધ કારણસર ઘર કરી જતી હોય છે. ફેશન  ટેકનોલોજી અને ફેશન ડિઝાઇનિંગ બંને  ક્ષેત્રો અલગ હોવા છતાં એકબીજા સાથે  સંકળાયેલા છે.

સૌ પ્રથમ તફાવત સમજીએ

  • # NIFT એટલે કે National Institute of  Fashion Technology. હવે ટેકનોલોજી શબ્દ આવે એટલે મશીનરી- એન્જિનિયરીંગ  જોડે જોડાયેલ હોય. ફેશનની દુનિયા એટલે  કે ડિઝાઇન, મેનેજમેન્ટ અને ટેકનોલોજી  સાથે સંકળાયેલા અભ્યાસક્રમો.
  • NIFT ભારત સરકારના ટેક્સટાઇલ  મંત્રાલયના નેજા હેઠળ કાર્ય કરે છે.  દેશભરમાં સાત કેન્દ્રો છે. અભ્યાસક્રમ પૂર્ણ  કર્યા બાદ પોતાનું મેન્યુફેક્ચરીંગ યુનિટ પણ  શરૂ કરી શકાય છે. સાથે જ વિવિધ નોકરીની તકો ઉપલબ્ધ છે.

ટેકનોલોજી આવે એટલે ગણિતની  જરૂર પડે માટે પ્રવેશ માટે 12th  Science with maths groupવાળાને  લાયક ગણવામાં આવે છે. ચાર વર્ષના ગાળાના B.F. Tech  (બેચલર ઓફ ફેશન ટેકનોલોજી)ના અભ્યાસક્રમો- એપેરલ પ્રોડકશન, લેધર પ્રોડકશન,  ટેકસટાઇલ, ફેશન કોમ્યુનિકેશન, નીટવેર  ડિઝાઈન જેવા અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. સાથે જ જેમણે અનુસ્નાતક  અભ્યાસક્રમ કરવો હોય તેમને માટે 3  વર્ષનો માસ્ટર ડિગ્રીનો કોર્સ ઉપલબ્ધ હોય  છે. કોઇને આગળ P.G. ડિપ્લોમા કરવું હોય  તો તે અથવા સર્ટિફિકેટ કોર્સિસ પણ ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે  www.niftindia.com પર જોવું.

  • NIFD :
  • National Institute of fashion Designing. જેને NID તરીકે પણ  ઓળખવામાં આવે છે. જેમાં પ્રવેશ મેળવવા  માટે ખાસ્સો ધસારો જોવા મળે છે. જેમણે ગણિત વગર, વાણિજ્યમાં કે વિજ્ઞાનમાં ગયા વગર કારકિર્દી બનાવવી છે તે સૌ NID વિશે વિચારતા હોય છે. NID કોઇ પણ  ક્ષેત્રમાં ડિઝાઈન કરતા શીખવવાના  અભ્યાસક્રમો ચલાવે છે. જેમાં ગ્રાફિક ડિઝાઈન, એનિમેશન, ફિલ્મ ડિઝાઇન, પ્રોડક્ટ ડિઝાઈન, ફર્નિચર ડિઝાઈન,  સિરામિક એન્ડ ગ્લાસ ડિઝાઇનના અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. ડિઝાઈનિંગ  હોવાથી ગણિત વગર એટલે કે ધો. 12  કોઇ પણ સ્ટ્રીમમાં પાસ કરનાર પ્રવેશપરીક્ષા  માટે લાયક બને છે. વધુ નિપુણતા મેળવવા  માટે P.G. ડિપ્લોમામાં પણ વિવિધ વિકલ્પો  મળે છે. હાલના સમયમાં એપેરલ ડિઝાઇન સાથે ટોય અને ગેમ ડિઝાઇન, ડીજીટલ ગેમ  ડિઝાઇન, ટ્રાન્સપોર્ટેશન ડિઝાઇનનાં ક્ષેત્રે  પણ વિવિધ અભ્યાસક્રમો શરૂ કરાયા છે.
  • # Highly creative and Artistic :
  •  સૌ પ્રથમ તો શરૂઆતથી કાર્ય પૂર્ણ થાય ત્યાં  સુધીની ક્રિયેટીવીટી- એક આર્ટીસ્ટીક રચનાત્મકતાની જરૂર.
  • # Long hours of working: એક સાથે  લાંબા સમય સુધી ડ્રોઇંગ કરવાની તમારી  કુશળતા ધીરજ અને સમય માંગે છે.
  • # ટેક્સચર, કલર અને ફેબ્રિકની ક્વોલિટી પારખવાની, એના કોમ્બિનેશનનું  વીઝ્યુલાઈઝેશન કરવાની ક્ષમતા અને  કુશળતા હોવી જરૂરી.
  • # 3 Dimention Visualization :
  • કોઇ પણ  ડિઝાઈનને 3Dમાં જોવાની કલ્પનાશક્તિની આવશ્યકતા. જો ક્ષમતા હશે તો કુશળતાને શાર્પ કરતાં વાર ન લાગે. થોડીક મહેનતથી  એનિમેશનના ક્ષેત્રે  સરસ રીતે આગળ વધી શકાય છે.
  • # ટીમવર્ક સ્કિલ્સ:
  • એ તો આજે દરેકે દરેક ક્ષેત્રે જરૂરી છે.
  • # કરન્ટ ટ્રેન્ડ વિશે જાણવાની  ઉત્કંઠતા ખૂબ જ પ્રમાણમાં જરૂરી.

 શહેરોમાં નાની-મોટી કોલેજોમાં  ડિઝાઇનિંગ સંબંધિત અભ્યાસક્રમો મળી  રહેતા હોય છે. આ બધા જ અભ્યાસક્રમોની  શિક્ષણ ફી ઊંચી હોય છે માટે તમારા રસરૂચિ તેમ જ પર્સનાલિટી, ક્ષમતાને જાણ્યા પછી  તમારી આર્થિક પરિસ્થિતિને પોષાય તેવા  ડિપ્લોમા  કે સર્ટિફિકેટ કોર્સિસ કરો તો પણ  કારકિર્દીના ક્ષેત્રે આગળ વધી શકાય છે.  પ્રણાલીને ઊંચી શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મળવો મુશ્કેલ લાગ્યો. સાથે ડિગ્રી અભ્યાસક્રમની ફી પણ મેનેજ કરવાથી સરળતા ન  લાગી તો ધો. 12 પછી ડિપ્લોમા ઇન ગ્રાફિક  કર્યો. પછી બીજો એક ડિપ્લોમા કોર્ષ કર્યો જે  સાથે કોઇ કંપનીના એડવર્ટાઇઝીંગ  ડિપાર્ટમેન્ટમાં કન્સલટન્સી પૂરી પાડે છે.  જેમાં મહિને રૂા. 15-20 હજાર મેળવી લે છે.  પૈસાની સગવડ થતાં આગળ વધુ  સ્પેશ્યલાઇઝેશન કરવાનું વિચારી રહી છે.  મિત્રો, તમારી ક્રિએટીવીટી જ તમારું USP-  Unique selling point બની રહે છે. જો તમે કલ્પનાશક્તિના ઘોડા પેપર પર ડિઝાઈનિંગમાં દોડાવી શકતા હો તો ડિઝાઇનિંગ તમારા માટે છે અને તમે  ડિઝાઇનિંગ માટે છો.

Most Popular

To Top