રણબીર તો અસલ હસબન્ડ નીકળ્યો!
ન્યૂયોર્કના મેટ ગાલામાં લાખ-લાખ મોતીવાળા ડ્રેસમાં ચમકેલી આલિયા રણબીરના ચાર વર્ષ લાંબા રીલેશન બાદ લગ્નજીવન સારું પસાર થઈ રહ્યું છે આપને એમ થાય કે સુપરસ્ટાર પતિ સામાન્ય પતિ કરતા અલગ હશે કે? પણ આલિયાએ જણાવેલી વાતો પરથી તો લાગે છે રણવીર પણ તમારી જેમ અસલ હસબન્ડ વેડા જ કરે છે. આલિયા રણબીર વિશેની એક સારી બાબત વિષે પૂછતાં તેણે ફટાકથી કહ્યું કે રણબીર તો સંત જેવો શાંત છે! એને કોઈ વાતમાં જલ્દીથી ગુસ્સો જ નથી આવતો, તે બધી પરિસ્થિતિમાં એક દમ શાંત મને જ નિર્ણય લે (પ્યારી આલિયા લગ્ન બાદ મોટા ભાગે પુરુષો આવા જ બની જતા હોય છે) પણ જયારે એમ પૂછવામાં આવ્યું રણબીરને આલિયાની કઈ વાત નથી ગમતી? ત્યારે આલિયા એ ધીરા અવાજે કહી દીધું કે હું ગુસ્સામાં મોટા અવાજે વાત કરું એ રણવીરને નાપસંદ છે. જોયું ફરીથી અસલ હસબન્ડ વાળી પ્રોબ્લમ!
![](https://gujaratmitra.in/wp-content/uploads/2023/05/news-flash-rashmika2.jpg)
રશ્મિકા સાથે અક્ષયવાળી થઇ
પ્યારી પ્યારી સર્રીવલ્લી રશ્મિકા જેવી છોકરીને ટ્રોલ કરવાનું મન કેમનું થાય! પણ હમણાં રશ્મિકા એ જે કર્યું એ તમને ખબર પડશે તો કદાચ તમે પણ કહેશો આ બધાય સ્ટાર્સ એક સરખા જ હોય છે કે? થોડા સમય પહેલા દેશભક્તિ માટે જાણીતા અક્ષયકુમારને ખુબ ટ્રોલ કરવામાં આવ્યો હતો, કારણ એણે જાહેરમાં એવું કહ્યું હતું કે હું કોઈ હાનિકારક વસ્તુને પ્રમોટ નહિ કરું અને પછી ભાઈ સા’બ એક પાનમસાલાની એડવર્ટાઈઝમાં જોવા મળ્યા! બસ આવું જ હમણાં રશ્મિકા સાથે થયું. પોતાને વેજિટેરિયન ગણાવતી રશ્મિકા એક બર્ગર કંપનીની એડ્માં ચિકન બર્ગર ખાતા જોવા મળી! અને સોશ્યલ મીડિયા પર ચાલુ થયું ટ્રોલર્સનું તાંડવ તેમણે રશ્મિકાના આ બે મોઢાળા વર્તનને કારણે છુપાઈ-છુપાઈને ચિકન આરોગતા ટ્રોલર્સની જે લાગણી દુભાઈ એને તેમણે પોતપોતાના શબ્દોમાં જણાવી દીઘી. પણ શું થાય, જેમ તમે પેટ ભરવા ટ્રોલ કરો તેમ રશ્મિકા એ પણ પોતાનું પેટ ભરવા ચિકન બર્ગર ખાવું પડે.
![](https://gujaratmitra.in/wp-content/uploads/2023/05/news-flash-nusarat.jpg)
નુસરત આ ડેટિંગ અફવાહથી ખૂશ છે
સોનુ કે ટિટ્ટુ કી સ્વીટી વાળી સ્વીટી એટલે કે નુસરત ભરૂચા જે હમણાં ફિલ્મ ‘છત્રપતિ’માં જોવા મળશે પણ સમાચાર એ છે કે નુસરત અને બોલિવુડનાં એક સમયના ફેમસ હાલના કોન્ટ્રોવર્શિયલ રેપર અને કમ્પોઝર હની સિંહ બંને એક બીજાને ડેટ કરી રહ્યા છે! હા જી, અને આ વાત અફવાહ છે કે સાચી એની જાણ નુસરતે કોઈને નથી કરી પણ એને જયારે તે બંને ડેટ કરી રહ્યાં છે તેવું પૂછવામાં આવ્યું તો નુસરતે કહ્યું કે ‘‘આટલા વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છું આ મારી પહેલી ડેટિંગ રુ્મર છે હું તો આ વાતથી ખુશ છું!’’ પણ આ વાત સાંભળી ને હનીસિંહની એક્સ વાઈફ શાહીની તલવાર અને લાસ્ટ ગર્લફ્રેન્ડ ટીના થાડાણી જેની સાથે હમણાં જ બ્રેક અપ કર્યું તે કદાચ ખુશ નહિ હોય! આગળ ઉમેરે છે કે ‘‘એમ પણ લોકો પાસે અફવા ઊડાવવા સિવાય બીજું કામ પણ શું છે?’’ એમ તો હનીસિંહ પાસે પણ કઈ ખાસ કામ છે નહીં! આ વાત નુસરતને ખબર છે?
![](https://gujaratmitra.in/wp-content/uploads/2022/04/gujaratmitraDOTin-Copy.png)