નવી દિલ્હી: ધોરણ 10 અને 12ની બોર્ડ(Bord)ની પરીક્ષા(Exams)ને લઈને એક મોટા સમાચાર(Bignews) સામે આવ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી(EducationMinister) ધર્મેન્દ્ર પ્રધાને ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને લઈને મોટું નિવેદન(Statement) આપ્યું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ કહ્યું, ‘વર્ષમાં બે વાર 10મા અને 12માની બોર્ડની પરીક્ષામાં હાજર રહેવું જરૂરી નથી. તેમણે કહ્યું કે આ સંપૂર્ણપણે વૈકલ્પિક હશે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય એક જ તકના ડરથી વિદ્યાર્થીઓમાં ઉત્પન્ન થતાં તણાવને ઓછો કરવાનો છે.
CABEના નિયમોને પણ બદલવાની જરૂર
કેન્દ્રિય શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે, “સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન (CABE)નું પુનર્ગઠન કરવામાં આવી રહ્યું છે કારણ કે તેના નિયમો ખૂબ જટિલ અને જૂના છે અને આજની શિક્ષણ પ્રણાલીની માંગ અલગ છે. એવા સમયે જ્યારે આપણે NEP સાથે પરિવર્તિત થઈ રહ્યા છીએ ત્યારે CABEને પણ સુધારવાની જરૂર છે. તેમણે કહ્યું, કેટલાક રાજ્યો દ્વારા NEPના અમલીકરણ ઉપર રાજકીય વાંધા પણ દર્શાવવામાં આવ્યા હતા પરંતુ તે શૈક્ષણિક નથી. હું હજુ પણ તે સમજવામાં અસમર્થ છું કે રાજકીય પાર્ટીઓ શું વાંધો ઉઠાવે છે, પશ્ચિમ બંગાળનો વૈકલ્પિક દસ્તાવેજ 99 ટકા NEPના સમર્થનમાં છે.
વિદ્યાર્થીઓને તણાવમુક્ત રાખવાની આપણી સામૂહિક જવાબદારી છે
કોટામાં થતી વિદ્યાર્થીઓની આત્મહત્યાની ઘટનાઓ ઉપર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે કોઈ પણ વિદ્યાર્થીએ પોતાનું અમૂલ્ય જીવન ગુમાવવું ન જોઈએ, વિદ્યાર્થીઓ અમારા બાળકો છે. વિદ્યાર્થીઓને તણાવમુક્ત રાખવાની આપણી સામૂહિક જવાબદારી છે. જેના માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓના પરિવારે સંયુક્તપણે પ્રયાસો કરવા જોઇયે.
શિક્ષણ પધ્ધતિમાં આદર્શ બદલાવ થશે
વધુમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ કહ્યું કે, વિદેશી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ભારતમાં કેમ્પસ સ્થાપવા માટેની માર્ગદર્શિકા પર ચર્ચા કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ તેને સૂચિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમે એક આદર્શ બદલાવ કરવા જઈ રહ્યા છીએ, તેથી અમે અનુરૂપ શિક્ષણની તમામ શક્યતાઓ ચકાસીને અને તમામ શંકાઓને દૂર કરીને આગળ વધીશું. તેમણે જણાવ્યું હતું કે, બે IIT પહેલેથી જ વિદેશમાં ભારતીય કેમ્પસ સ્થાપવાના પ્રગતિશીલ તબક્કામાં છે. ઘણા દેશો સાથે વાતચીત ચાલી રહી છે જેમણે રસ દર્શાવ્યો છે, વિદેશ મંત્રાલય તેનું સંકલન કરી રહ્યું છે.