ન્યૂઝીલેન્ડમાં રહેતા ભારતીય માટે ખૂબ સારા સમાચાર આવ્યા છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને ટુરીસ્ટ વિઝાની સિસ્ટમમાં મોટો ફેરફાર કર્યો છે. સરકારે રેસિડેન્ટ વિઝા 2021ની જાહેરાત કરી છે, તેના લીધે ન્યૂઝીલેન્ડમાં રહેતા 1.50 લાખથી વધુ પ્રવાસીઓ કાયમી વસવાટનો માર્ગ મોકળો થયો છે. (New Zealand resident visa announce for Indians) આ અગાઉ કોવિડ-19 મહામારી દરમિયાન રેસીડેન્સી એપ્લીકેશનમાં થયેલા વિલંબ પછી હવે ન્યૂઝીલેન્ડ સરકારે 1,65,000 ટુરીસ્ટને રેસિડેન્ટ વિઝા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડમાં વસતા ગુજરાતી, પંજાબીઓને મોટો લાભ થશે.
માર્ચ 2020માં વિશ્વભરમાં કોરોના મહામારીએ આતંક મચાવ્યો હતો ત્યારે અનેક પ્રવાસીઓ ન્યૂઝીલેન્ડમાં અટવાયા હતા. ન્યૂઝીલેન્ડ સરકાર દ્વારા કોરોનાની ગાઈડલાઈન અનુસાર અનેક પ્રતિબંધો લાદી દીધા હતા, જેના લીધે ભારત સહિત અનેક દેશના પ્રવાસીઓને ન્યૂઝીલેન્ટમાં વસવાટમાં મુશ્કેલી ઉભી થઈ હતી. કોરોનાના પ્રતિબંધના લીધે વિકટ સમયમાંથી પસાર થઈ રહેલા ભારતીય અને અન્ય પ્રવાસીઓ નિરાશ થઈને કેનેડા જેવા દેશમાં જવા મજબૂર થયા હતા. ન્યુઝીલેન્ડની સરકારે આવા તમામ પ્રવાસીઓને દેશ છોડીને જતા અટકાવવા માટે હવે ન્યુઝીલેન્ડમાં કાયમી વસવાટનો રસ્તો ખોલી નાંખ્યો છે.
જોકે કોવિડના કારણે ન્યુઝીલેન્ડની બહાર ફસાયેલા પ્રવાસીઓ પર આ નિયમ લાગુ થતો નથી અને તેમણે રાહ જોવી પડી શકે છે. મીડિયાના રિપોર્ટ અનુસાર મંત્રી ક્રિસ ફાફોઈએ ગુરુવારે વેલિંગ્ટનમાં એક નિવેદનમાં કહ્યું કે અમે લાંબા સમયથી કોવિડ-19ના કારણે ફસાયેલા પ્રવાસી પરિવારોને સ્થાયી વિઝા આપવા જઈ રહ્યાં છે. જેથી તેમના માટે આગળનો રસ્તો સ્પષ્ટ થઈ શકે. તેમણે વધુમાં કહ્યું કે લગભગ 1,65,000 લોકોને એકસાથે લાભ મળશે.
ડિસેમ્બરમાં વીન્ડો ખૂલે ત્યાર બાદ એક વર્ષની અંદર મોટાભાગના વિઝા અપાશે
તેમણે કહ્યું કે તેમાં હજારો ટ્રેઈન્ડ હેલ્થ વર્કર્સ પણ સામેલ છે. જેમના રેસિડન્ટ વિઝામાં વિલંબ થયો હતો. ફફોઈએ કહ્યું કે મોટાભાગની અરજી ડિસેમ્બરમાં શ્રેણી ખુલવાની સાથે જ એક વર્ષની અંદર આપવામાં આવશે. 2021ના રેસિડન્ટ વિઝા કાર્યસંબધિત વીઝા ધારકો અને તેમના પરિવારના સભ્યો માટે તાત્કાલિક ઉપલબ્ધ થશે. ન્યુઝીલેન્ડનું અનુમાન છે કે યોગ્ય વીઝા ધારકોમાં 5000થી વધુ સ્વાસ્થ્ય અને વૃદ્ધ દેખરેખ કાર્યકર્તા, લગભગ 9000 પ્રાથમિક ઉદ્યોગ કાર્યકર્તા અને 800થી વધુ શિક્ષક સામેલ હશે. પ્રાસંગિક વિઝા પ્રકારોમાં લગભગ 15000 નિર્માણ અને 12000 વિનિર્માણ કર્મચારી પણ છે. જેમાંથી કેટલાક વન-ઓફ પાથવે માટે પાત્ર થશે.