નવી દિલ્હી: ન્યુઝીલેન્ડની (Newzealand) આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. આ દેશ 18 મહિનામાં બીજી વખત મંદીમાં (Recession) સપડાયો છે. ન્યુઝીલેન્ડના સત્તાવાર ડેટા અનુસાર, આ દેશની અર્થવ્યવસ્થા (Economy) ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન 0.1 ટકા સંકોચાઈ છે. જ્યારે માથાદીઠ આવકમાં 0.7 ટકાનો ઘટાડો થયો છે.
ન્યુઝીલેન્ડની સત્તાવાર આંકડાકીય એજન્સી સ્ટેટ્સ એનઝેડએ ગુરુવારે આ આંકડા જાહેર કર્યા હતા. 2023 ના છેલ્લાં ક્વાર્ટરમાં આવેલા આ આંકડાઓએ પુષ્ટિ કરી છે કે ન્યુઝીલેન્ડની અર્થવ્યવસ્થા બીજી વખત મંદીમાં સપડાઈ છે. અગાઉ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પણ આ દેશના જીડીપીમાં 0.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, જે દર્શાવે છે કે ન્યુઝીલેન્ડ ગંભીર આર્થિક સંકટમાં મુકાયું છે.
માથાદીઠ આવકમાં મોટો ઘટાડો
ન્યુઝીલેન્ડે છેલ્લા પાંચ ક્વાર્ટર પૈકી ચાર વખત નેગેટિવ જીડીપીના આંકડા જાહેર કર્યા છે. છેલ્લા 18 મહિનામાં ન્યૂઝીલેન્ડની આ બીજી મંદી છે. દેશના વાર્ષિક વિકાસ દરની વાત કરીએ તો તેમાં માત્ર 0.6 ટકાનો વધારો થયો છે. છેલ્લા પાંચ ક્વાર્ટરમાં માથાદીઠ આંકડામાં સરેરાશ 0.8 ટકાનો ઘટાડો નોંધાયો છે.
સરકારી કર્મચારીઓની સંખ્યા ઘટાડાશે
દક્ષિણ પ્રશાંત સાગરના આ દેશની અર્થવ્યવસ્થાને ટેકો આપવાના હેતુ મદદ કરવા માટે રેકોર્ડ માઈગ્રેશન થયું છે. જે 2023માં 141,000 નવા એરાઈવલના રેકોર્ડ ટોચ પર પહોંચ્યું છે. જનસંખ્યામાં વધારો વિના આ દેશની અર્થવ્યવસ્થા ઝડપથી ઘટી રહી છે. રેગ્યુલેશન મિનિસ્ટર ડેવિડ સેમુરએ કહ્યું કે વર્તમાન આર્થિક પરિસ્થિતિઓના લીધે દેશના આગામી બજેટમાં કાપ મુકવામાં આવશે. જેમાં સરકારી કર્મચારીઓની સંખ્યા પણ ઘટાડાશે.
સેન્ટ્રલ બેંકે મંદીની આગાહી કરી હતી
નોંધનીય છે કે, ન્યુઝીલેન્ડની સેન્ટ્રલ બેંકઓએ અગાઉથી જ મંદીની આગાહી કરી હતી. બેંક અર્થશાસ્ત્રીઓએ ઘટાડા અને આંશિક વધારા વચ્ચેના પરિણામોની આગાહી કરી હતી.