ભારતથી હારી ગયા બાદ ન્યૂઝીલેન્ડને વધુ એક મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી સીરીઝમાંથી બહાર – Gujaratmitra Daily Newspaper

Sports

ભારતથી હારી ગયા બાદ ન્યૂઝીલેન્ડને વધુ એક મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી સીરીઝમાંથી બહાર

નવી દિલ્હી: T20 મેચમાં (T20 Match) રવિવારે ભારતે (India) ન્યૂઝીલેન્ડને (New Zealand ) હરાવીને સીરીઝમાં 1-0ની લીડ મેળવી હતી. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ બીજી ટી-20માં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. ત્રણ મેચોની સીરીઝની પ્રથમ મેચ વરસાદને કારણે કેન્સલ થઈ ગઈ હતી, જ્યારે ત્રીજી મેચ 22મીએ રમાવાની છે. સીરીઝમાં એક કદમ પાછળ પડ્યા બાદ હવે ન્યુઝીલેન્ડને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન કેન વિલિયમસન (Kane Williamson) ત્રીજી ટી20માંથી બહાર થઈ ગયો છે. આ મેચ નેપિયરમાં 22 નવેમ્બરે ભારતીય સમય અનુસાર બપોરે 12.00 વાગ્યે રમાશે.

ટીમ સાઉથી કેપ્ટન રહેશે
કેન વિલિયમસનની ગેરહાજરીમાં ટીમ સાઉથી ત્રીજી ટી20માં ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે માર્ક ચેપમેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડના કોચ ગેરી સ્ટેડના જણાવ્યા અનુસાર કેન વિલિયમસનની મેડિકલ એપોઇન્ટમેન્ટ છે, તે લાંબા સમયથી તેની રાહ જોઈ રહ્યો હતો. પરંતુ તે શિડ્યુલ સાથે મેચ રમી શકાય તે મેળ પડી રહ્યો ન હતો.

કેન વિલિયમસન જો કે વનડે સીરીઝમાં ફરી પાછો ફરશે. તમને જણાવી દઈએ કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રવિવારે T20 સીરીઝની બીજી T20 મેચ રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 65 રનથી જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 191 રન બનાવ્યા હતા જેમાં સૂર્યકુમાર યાદવની 111 રનની ઇનિંગ સામેલ હતી. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 126 રનમાં સમેટાઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડ તરફથી કેપ્ટન કેન વિલિયમસને 61 રનની સંઘર્ષપૂર્ણ ઇનિંગ રમી હતી.મળતી માહિતી મુજબ કેન વિલિયમસન મેડિકલ કારણોસર ત્રીજી T20 મેચમાં રમી શકશે નહીં.

ઉલ્લખનીય છે કે રવિવારે ભારત ન્યૂઝીલેન્ડ મેચમાં ભારતે જીત મેળવી હતી. આ મેચનો હીરો સૂર્યકુમાર યાદવ અને દીપક હુડ્ડા છે. કારણે સૂર્યકુમારે ટી20 સિરીઝમાં પોતાની બેવડી સદી ફટકારી હતી. તેણે છેલ્લા 19 બોલમાં 61 રન બનાવી બધાને ચોંકાવી દીધા હતા. યાદવે 111 રન બનાવી ન્યૂઝલેન્ડ સામે 192 રનનો ટાર્ગેટ આપ્યો હતા. જો કે ન્યૂઝીલેન્ડ 126 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

ત્રીજી T20 સીરીઝ માટે ટીમ ન્યુઝીલેન્ડ –
ટિમ સાઉથી (કેપ્ટન), ફિન એલન, માઈકલ બ્રેસવેલ, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, ડેરીલ મિશેલ, એડમ મિલ્ને, જિમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, માર્ક ચેપમેન, બ્લેર ટિકનર .

Most Popular

To Top