નવી દિલ્હી(NewDelhi): મુસાફરો (Passangers) માટે રેલવે (Railway) તરફથી એક સારા સમાચાર આવ્યા છે. ભારતીય રેલવે (IndianRailway) હવે મુસાફરો માટે વંદે ભારત સ્લીપર ટ્રેન (VandeBharatSleeperTrain) શરૂ કરવા જઈ રહી છે. આ ટ્રેન ટૂંક સમયમાં ટ્રેક પર દોડતી જોવા મળશે. વંદે ભારત સ્લીપર ટ્રેનનો ફર્સ્ટ લુક જાહેર કરાયો છે. ટ્રેનની અંદરની તસવીરો જોઈને તમારું દિલ ખુશ થઈ જશે. આ ટ્રેન મુસાફરોની સુવિધા મુજબ તૈયાર કરવામાં આવી છે. વંદે ભારતની સ્લીપર ટ્રેન દ્વારા મુસાફરો લાંબા અંતરની મુસાફરી કરી શકે છે.
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને વંદે ભારત સ્કીપર ટ્રેનના કેટલાક ફોટા શેર કર્યા છે. મંત્રીએ પોતાના ટ્વિટમાં લખ્યું, કોન્સેપ્ટ ટ્રેન – વંદે ભારત (સ્લીપર વર્ઝન). ટૂંક સમયમાં આવી રહ્યું છે…2024ની શરૂઆતમાં.
આ સ્લીપર વંદે ભારત ટ્રેન ક્યારે શરૂ થશે?
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર વંદે ભારત સ્લીપર ટ્રેનની ડિઝાઇન લગભગ તૈયાર છે. સ્લીપર કોચ આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ જશે. આ ટ્રેનની ટ્રાયલ વર્ષ 2024માં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં શરૂ થશે અને માર્ચ 2024માં મુસાફરો માટે તેનું સંચાલન શરૂ થશે. હજુ સુધી આ ટ્રેનનો રૂટ જાહેર થયો નથી.
કોચની સંખ્યા કેટલી હશે?
વંદે ભારત સ્લીપર ટ્રેનમાં 20 થી 22 કોચ હોઈ શકે છે. વંદે ભારત સ્લીપર ટ્રેનના પ્રથમ સંસ્કરણમાં કુલ 857 બર્થ હશે, જેમાંથી 34 સીટો સ્ટાફ માટે રિઝર્વ હશે. આ ટ્રેનમાં વિકલાંગ મુસાફરો માટે રેમ્પ અને વ્હીલ ચેરની પણ સુવિધા હશે. જેથી મુસાફરોને કોઈપણ પ્રકારની અગવડનો સામનો ન કરવો પડે. રેકલાઈન એંગલ સિવાય ટ્રેનમાં સોફ્ટ કુશન સીટો, મોબાઈલ ચાર્જીંગ પોઈન્ટ અને ફુટ રેસ્ટ એક્સટેન્શનની સંખ્યા પણ વધારવામાં આવી છે. વંદે ભારત ટ્રેનના સ્લીપર કોચમાં મોટો બર્થ, મોટા ટોઈલેટ, મીની પેન્ટ્રી અને આધુનિક સેફ્ટી ફિચર્સ સહિત અનેક નવી સુવિધાઓ હશે. નવી ટ્રેનો હાલના કોચ કરતા વધુ ઉર્જા કાર્યક્ષમ અને પર્યાવરણને અનુકૂળ હશે તેવી અપેક્ષા છે.
વંદે ભારત સ્લીપર કોચ ભારતીય રેલવે માટે નોંધપાત્ર સિદ્ધિ
જણાવી દઈએ કે વંદે ભારત સ્લીપર કોચ ભારતીય રેલવે માટે નોંધપાત્ર સિદ્ધિ છે. કારણ કે આ સ્લીપર કોચના લીધે હાઈસ્પીડ ટ્રેનોમાં લાંબા અંતરની મુસાફરી મુસાફરો આરામથી કરી શકશે. ટ્રેનની મુસાફરી વધુ આકર્ષક બનશે. આત્મનિર્ભર ભારતના પ્રતિક તરીકે જોવામાં આવતી સ્વદેશી સેમી હાઈસ્પીડ ટ્રેનનો ઉદ્દેશ મુસાફરોને પ્રવાસના નવા અનુભવ આપવાનો છે. સ્પીડ, સેફ્ટી અને સર્વિસ આ ટ્રેનની વિશેષતા માનવામાં આવે છે.