ઇન્દોરમાં રાજા રઘુવંશી હત્યા કેસમાં એક નવો વળાંક સામે આવ્યો છે. એવી શંકા છે કે સોનમ રઘુવંશીએ રાજાને મારવા માટે રાજ કુશવાહાને પ્યાદા તરીકે ઉપયોગ કર્યો હતો. સોનમનો નંબર રાજના ફોનમાં સોનમ દીદી તરીકે સેવ કરવામાં આવ્યો હતો. પોલીસને તપાસમાં ચાર શંકાસ્પદ બેંક ખાતા પણ મળી આવ્યા છે. જેમાં લાખોના વ્યવહારો થયા છે. એવી શંકા છે કે આ કેસમાં મુખ્ય પાત્ર કોઈ બીજું છે.
તપાસ મુજબ સોનમનો મોબાઇલ નંબર રાજના ફોનમાં સોનમ દીદી તરીકે સેવ હતો. જ્યારે રાજ ઘરે આવતો ત્યારે પણ સોનમને દીદી કહીને સંબોધતો હતો. સોનમ સાથે ફક્ત કામના સંદર્ભમાં જ વાત કરતો હતો. સોનમના ભાઈ ગોવિંદે પણ પોતાના નિવેદનમાં આ વાત કહી હતી . તેમજ સંબંધીઓએ પણ કહ્યું છે કે તે સોનમ દીદી કહીને સંબોધતો હતો.
તો પછી મુખ્ય પાત્ર કોણ?
આવી સ્થિતિમાં, કોઈને પણ એ વાત પસંદ નથી આવી રહી કે બંને પ્રેમી છે. આ તમામ બાબતો શંકા પેદા કરે છે. આ કેસમાં મુખ્ય પાત્ર કોઈ બીજું હોઈ શકે છે.સોનમે રાજનો ઉપયોગ ફક્ત પ્યાદા તરીકે કર્યો હશે. પોલીસ તપાસ દરમિયાન ચાર શંકાસ્પદ બેંક ખાતા પણ મળી આવ્યા છે. જેમાં લાખો રૂપિયાના વ્યવહારો થયા છે.
રાજ પાસે વ્યવસાય સંબધિત કામ કરાવતી:
તેમાં એક કરંટ અકાઉન્ટ પણ છે. આ ચારેય અકાઉન્ટ જીતેન્દ્ર રઘુવંશીના નામ પર હતા. જાણવા મળ્યું છે,સોનમ રાજ પાસે વ્યવસાય સંબધિત કામ કરાવતી હતી. આ વાત પરથી અનુમાન લગાવી શકાઈ કે તેઓ વચ્ચે માત્ર વ્યવસાયના સબંધમાં વાત થતી હશે. જેથી કેસમાં કોઈ ત્રીજો વ્યક્તિ માસ્ટર માઇન્ડ હોય શકે તેવી શંકા ઊભી થઈ છે.