જયપુરઃ ભાજપના (BJP) નેતા ભજનલાલ શર્માએ (BhajanlalSharma) રાજસ્થાનના મુખ્યમંત્રી (RajashthanCM) તરીકે પદ અને ગુપ્તતાના શપથ (Oath) લીધા છે. આ શપથ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi), અમિત શાહ (AmitShah) , રક્ષા મંત્રી રાજનાથ સિંહ (RajanathSinh) અને અન્ય ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ ભાગ લીધો હતો.
આ દરમિયાન શર્માની સાથે બે નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી (DiyaKumari) અને પ્રેમચંદ બૈરવાએ (PremchandBerva) પણ શપથ લીધા છે. રાજ્યપાલ કલરાજ મિશ્રાએ (KalrajMishra) ત્રણેયને શપથ લેવડાવ્યા હતા. તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમનું આયોજન જયપુરમાં આલ્બર્ટ હોલની સામે કરવામાં આવ્યું હતું. આજે એટલે કે શુક્રવારે શપથ ગ્રહણ સમારોહ સાથે, તેમની ઔપચારિકતાઓ પૂર્ણ થઈ ગઈ છે અને રાજ્યને નવી સરકાર મળી છે.
જણાવી દઈએ કે ભાજપ પક્ષ આ વખતે રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર લડી હતી. મુખ્યમંત્રી પદ માટે કોઈનું નામ જાહેર કર્યું ન હતું. રાજસ્થાનમાં ભાજપ ચૂંટણી જીત્યું હતું. 199માંથી ભાજપે 115 બેઠકો જીતી. કોંગ્રેસ પાર્ટી માત્ર 69 સીટો જ મળી હતી. ત્યાર બાદથી જ કોણ મુખ્યમંત્રી બનશે તેનું સસ્પેન્સ સર્જાયું હતું. આખરે ભાજપે ભજનલાલ શર્મા પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. ભાજપે નવા ચહેરાઓ પર દાવ રમ્યો અને રાજસ્થાનમાં 33 વર્ષ પછી બ્રાહ્મણ સમુદાયના નેતાને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા હતા.
આજે એટલે કે 15મી ડિસેમ્બરે ભજનલાલ શર્માએ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. યોગાનુયોગ આજે ભજનલાલ શર્માનો જન્મ દિવસ પણ છે. ભજનલાલની ઉંમર 56 વર્ષ છે. પોતાના જન્મદિને મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા તેઓ પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે.
શપથ લેતા પહેલાં આ ખાસ કામ કર્યું
શપથ લેતા પહેલાં ભજનલાલે ગુરુવારે રાત્રે 12 વાગ્યા પછી સોડાલાના ચંબલ ગેસ્ટ હાઉસમાં તેમના સમર્થકો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. તેમના જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રી અને તેમના સમર્થકો દ્વારા રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવશે. આ શિબિરનું આયોજન ધોલપુરમાં કરવામાં આવશે.