Charchapatra

નવા પ્રકલ્પોના ઉદઘાટન કરો પણ કહો ક્યારે પૂરા કરશો?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની તૈયારીમાં છે. પાંચ વર્ષમાં પ્રધાનમંત્રીએ ગુજરાતની જેટલી ચિંતા કરી નથી એટલી ચિંતા કરી (આપણે ખર્ચે) વારંવાર ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. પાંચ વર્ષમાં ન કરેલ અનેક પ્રકલ્પોના ઉદઘાટન તથા નવા પ્રકલ્પોના શિલાન્યાસ કરી રહ્યા છે. શું પ્રધાનમંત્રીશ્રી નોટબંધીથી પ્રજાએ ભોગવેલ હાલાકી, અને રાતોરાત લોકડાઉનમાં ગરીબ પ્રજા જે વતનમાં જવા વલખા મારતી હતી તેને યોગ્ય સુવિધા આપવાને બદલે તેના પર થયેલ અમાનુષી અત્યાચાર ભૂસવા માટે દોડી રહ્યાં છે?! અત્યારે તો પ્રધાનમંત્રીશ્રીઓ એમની સરકાર દ્વારા આપવામાં આવેલ વચનો કેટલાકપૂર્ણ થયા. અને કેટલા બીજા બાકી છે તેની જ વાતો પ્રજાને કહેવાની હોય. વિરોધ પક્ષ સત્તા મેળવવા માટે વચનો આપે એ સ્વાભાવિક છે.

પણ શાસક પક્ષ પણ વચનો જ આપ્યે જાય? પાંચ વર્ષમાં, ભરતી, ભરતી કૌભાંડ, પેપરલીક કૌભાંડ પેન્સનના પ્રશ્નો ડોક્ટરો તેમજ શિક્ષકોની માંગણી તેમજ અન્ય અનેક પ્રશ્નો પાંચ વર્ષમાં ન થયા? અને ચૂંટણીઓ આવે ત્યારે જ સત્તાધારી પક્ષજાગે એકમ ચાલે? નવા પ્રકલ્પોના ઉદઘાટન તો થાય, પરંતુ પૂર્ણ કરવા નાણાંની જોગવાઈ બાબતે સ્પષ્ટતા કેમ નહીં? સાહેબ, હાલ સામાન્ય પ્રજાને છાશ પણ મોંઘી પડે છે! જે તમનેં ન સમજાય. આવા વધારાના લોભામણી જાહેરાતો શા માટે? મંદિર માટે વપરાયેલ જમીન, થયેલ ખર્ચ કેમ કરી પરત મેળવી શકાશે? જમીન ન રહેશે તો જમશું શું?! ભારત દેશના ખર્ચે ભારતના યુવાનો નોકરી ન મળવાથી વિદેશ જાય, એ આપણું યુવા ધન વિદેશ વાપરે એ શું યોગ્ય છે?!
અમરોલી – બળવંત ટેલર – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top