નવી દિલ્હી : (New Delhi) ચીન (China) સાથેની હરીફાઈમાં (Competition) હવે ભારત એક મોટું પગલું ભરી રહ્યું છે. ભારતમાં રમકડાં ઇન્ડસ્ટ્રી (industry) વિશાળ માર્કેટ ફૂલી ફાલી છે. આ ઉદ્યોગ ખુબ ઝડપી ગતિએ વૈશ્વિક (Global) ફલક ઉપર હરણફાળ ભરી રહ્યો છે. બીજી તરફ ભારત સરકારે ચાઈનીઝ રમકડાની આયાત ઉપર લગામ લાગવ્યા બાદ ચીનને હવે ગ્લોબલ માર્કેટમાં પણ હંફાવવાની તૈયારીઓ સાથે આગળ વધી રહ્યું છે. કેન્દ્ર સરકારે ડોમેસ્ટિક મેન્યુફેક્ચરીગને વૈશ્વિક સ્તર ઉપર લઇ જવાની તૈયારીઓ કરી રહ્યું છે. જેને સક્ષમ બનાવવા માટે રમકડાં વ્યવસાય માટે 3500 કરોડ રૂપિયાનું બૂસ્ટઅપ આપવાની યોજના ઉપર કાર્ય કરી રહી છે. ભારત કાર્યકર PLI યોજના દ્વારા સ્થાનિક કંપનીઓને હાલના ઉત્પાદન એકમો સ્થાપવા તેમને વિસ્તૃત કરવા અને વધુ રોજગારીની તકો ઊભી કરવા પ્રોત્સાહિત કરે છે. આ સાથે અન્ય દેશોમાંથી આયાત પર દેશની નિર્ભરતા ઘટાડવાના પ્રયાસો કરવામાં પણ આવી રહ્યો છે.
- PLI યોજના દ્વારા સરકાર સ્થાનિક કંપનીઓને હાલના ઉત્પાદન એકમોને વેગ આપશે
- વધુ રોજગારીની તકો ઊભી કરવા પ્રોત્સાહિત પણ કરે છે.
- અન્ય દેશોમાંથી આયાત પર દેશની નિર્ભરતા ઘટાડવાના થઇ રહ્યા છે પ્રયાસો
PLIને 3,500 કરોડનો ફાયદો
પીટીઆઈ રિપોર્ટમાં એક અધિકારીના માધ્યમથી પ્રાપ્ત માહિતી અનુસાર ભારત સરકારની આ મોટી યોજના અંગેની જાણકારી શેર કરવામાં આવી હતી. જે અનુસાર કેન્દ્ર રમકડાંને 3,500 કરોડ રૂપિયાના ઉત્પાદન સાથે જોડાયેલ PLI બેનિફિટ આપવા પર વિચાર કરી રહી છે. જોકે આ લાભ ફક્ત એવા જ લોકોને મળવા પાત્ર હશે જેઓ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS સ્ટાન્ડર્ડ) નું પાલન કરે છે.
સરકાર દ્વારા ક્વૉલિટી કંટ્રોલના આ નિયમો ઉપર ભાર મુકશે
વધુમાં પ્રાપ્ત જાણકારી અનુસાર સ્વસેશી રમકડાંઓને મળવા જરનારા PIL રમકડાં ઉદ્યોગ માટે સરકાર દ્વારા ક્વૉલિટી કંટ્રોલના ઓર્ડરની શરૂઆત અને કસ્ટમને 20 ટકા થી લઇને 60 ટકા કરવાના આઈડિયાથી દેશમાં ઓછી ગુણવત્તા વાળા આયાતને ઓછું અને ઘરેલુ નિર્માણ વાળા પ્રોડક્ટને વેગ આપવામાં વધુ મદદ મળી શકે તેમ છે.
ભારત સરકારના પ્રયાસો રંગ લાવશે
PLI યોજના દ્વારા, સરકાર સ્થાનિક કંપનીઓને હાલના ઉત્પાદન એકમો સ્થાપવા માટે પ્રોત્સહન પૂરું પડી રહી છે તો બીજી તરફ આ સ્વદેશી ઉદ્યોગને વિસ્તૃત કરવા અને વધુ રોજગારીની તકો ઊભી કરવા પ્રોત્સાહિત પણ કરે છે. આ સાથે અન્ય દેશોમાંથી આયાત પર દેશની નિર્ભરતા ઘટાડવાના પ્રયાસો કરવામાં આવે છે.જેને લઇને રમકડાં ઉદ્યોગ વૈશ્વિક માર્કેટમાં ઉંચી ઉડાન ભરી શકે..