યુકે (UK), નાઇજિરીયા (Nigeria) અને દક્ષિણ આફ્રિકામાં (South Africa) મળેલા કોરોનાના નવા પ્રકારથી લોકોની ચિંતા ઓર વધી છે. આ નવા પ્રકારો અંગે હજી સંશોધન અને અભ્યાસ ચાલી જ રહ્યો છે એવામાંં વધુ એક માઠા સમાચાર આવ્યા છે. હવે જાપાનમાં (Japan) કોરોનાનો એક ચોથો નવો પ્રકાર જોવા મળ્યો છે. વૈજ્ઞાનિકોએ પુષ્ટિ કરી છે કે આ પ્રકાર યુકે, નાઇજિરીયા અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલા મ્યુટેશન/ નવા પ્રકાર /તાણ કરતાં (New strain/Variant/Mutation of Corona) અલગ છે. મળતી માહિતી મુજબ તે બ્રાઝિલથી (Brazil) જાપાન પહોંચ્યો હોવાનું કહેવાઇ રહ્યુ છે.
આ સ્ટ્રેન બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા સ્ટ્રેનથી અલગ છે. જાપાન સરકારના જણાવ્યા પ્રમાણે હાલમાં ચાર લોકોમાં કોરોનાનો નવો તાણ જોવા મળ્યો છે, જેમાં 40 વર્ષનો પુરુષ, 30 વર્ષનો સ્ત્રી અને 2 કિશોરોનો સમાવેશ થાય છે. આ પહેલા જાપાનમાં યુકે અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલા કોરોનાના નવા તાણના લગભ 30 કેસ નોંધાયા છે. આ સિવાય રશિયા અને મેક્સિકોમાં પણ કોરોના વાયરસના નવા તાણ જોવા મળ્યા છે. જણાવી દઇએ કે કોરોનાનો નવો તાણ/ નવા તાણ ભારત સહિત 40 થી વધુ દેશોમાં ફેલાઇ ચૂક્યા છે.
કોરોના ફાટી નીકળ્યો ત્યારે એવી વાતો ચાલતી હતી કે આ તો શરૂઆત છે, કોરોના એ ચીનની લેબમાં બનાવવામાં આવેલ વાયરસ છે જેણે ચીને જ વિશ્વમાં બાયો વેપન તરીકે ફેલાવ્યો છે. અને કદાય એ જ કારણ છે કે ચીન હજી સુધી કોરોનાના ઉદ્ભવ અંગે દુનિયાને સ્પષ્ટપણે કંઇ કહેતુ નથી. એટલું જ નહીં ચીને WHOની ટીમને કોરોના અંગે તપાસ કરવા માટે આવતા અટકાવ્યા હતા.