નવી દિલ્હી: ભારત સરકારને (Government of India) ભારતમાં વેચાતા બાળકોના દૂધમાં (Baby Milk) ખાંડની ભેળસેળના અહેવાલો મળ્યા હતા. જેની તપાસ કરતા ચોંકાવનારા રીપોર્ટ્સ (Reports) સામે આવ્યા છે. આ તપાસ બાદ નેસ્લે કંપની ભારત સરકારના સ્કેનર હેઠળ આવી છે. એક રિપોર્ટમાં સામે આવ્યું હતું કે નેસ્લે (Nestle) ભારતમાં વેચાતા બેબી ફૂડમાં ખાંડ ઉમેરી રહી છે. આ અહેવાલ સામે આવ્યા બાદ કંપની સરકારના નિશાના પર આવી ગઈ છે.
એક પઢના સરકારી અધિકારીએ જણાવ્યું કે અમે નેસ્લેના પ્રોડક્ટ્સની નોંધ લીધી છે અને સમગ્ર મામલાની તપાસ કરીશું. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે સરકાર ગ્રાહક સુરક્ષા કાયદાની જોગવાઈઓને અનુસરીને નેસ્લેના બેબી ફૂડના સેમ્પલની તપાસ કરવા માટે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)ને કહેશે. ઉપરાંત ગ્રાહક સંરક્ષણ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) ના વરિષ્ઠ અધિકારીઓ ટૂંક સમયમાં આ બાબતે ચર્ચા કરશે.
કેટલા ગ્રામ ખાંડ ઉમેરવામાં આવે છે
રિપોર્ટ અનુસાર 2022 દરમિયાન ભારતમાં નેસ્લેના પ્રોડક્ટ્સનું વેચાણ $250 મિલિયનને પાર થયું હતું. તેના તમામ સેરેલેક બેબી અનાજમાં સરેરાશ 3 ગ્રામ એડેબલ ખાંડ હોય છે.
આ પેટર્ન દક્ષિણ આફ્રિકામાં સમાન જ છે. આફ્રિકાના પ્રાથમિક માર્કેટમાં પણ સ્પષ્ટ પણે આ જ પેટર્ન વપરાય છે, જ્યાં તમામ સેરેલેક બેબી સીરીયલ ઉત્પાદનોમાં દરેક પ્રોડક્ટ્સ દીઠ 4 ગ્રામ કે તેથી વધુ ખાંડ ઉમેરવામાં આવે છે.
તેવી જ રીતે 2022માં લગભગ $150 મિલિયનના વેચાણ સાથે વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું બજાર બ્રાઝિલમાં વેચાતા પ્રોડક્ટ્સમાં પણ ખાંડ ભેળવવામા. આવે છે, અહીં ત્રણ ચતુર્થાંશ સેરેલેક બેબી સીરીયલ્સ દીઠ દરેક પ્રોડક્ટ્સમાં સરેરાશ 3 ગ્રામ ખાંડ ઉમેરવામાં આવે છે.
ભારત અને બ્રાઝિલમાં સૌથી વધુ વેચાણ
રિપોર્ટ અનુસાર નેસ્લે એશિયાઈ દેશોમાં અમેરિકા અને યુરોપની સરખામણીમાં અલગ માત્રામાં ખાંડ ઉમેરી રહી છે. એક અહેવાલ મુજબ સેરેલેક એ વૈશ્વિક સ્તરે ટોચની બેબી ફૂડ બ્રાન્ડ છે, જેનું વેચાણ 2022 માં $1 બિલિયનને વટાવી જવાની અપેક્ષા છે. આ વેચાણનો સૌથી મોટો હિસ્સો, લગભગ 40 ટકા, બ્રાઝિલ અને ભારતમાંથી આવે છે.
મધને બદલે ખાંડ ભેળવી
એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકામાં વેચાતા નેસ્લે બેબી ફૂડના નમૂનાઓ પરીક્ષણ માટે બેલ્જિયન લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેના પરિણામો દર્શાવે છે કે એક વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકો માટે ઉપયોગમાં લેવાતા દૂધની ફોર્મ્યુલા બ્રાન્ડ નિડો અને છ મહિનાથી બે વર્ષ સુધીના બાળકો માટે વપરાતા અનાજ સેરેલેકના નમૂનાઓમાં સુક્રોઝ અથવા મધ ઉમેરવામાં આવ્યું હતું.