સુરત: નેપાળથી (Nepal) કામધંધા માટે આવેલો યુવક મિત્રના ત્યાં રહેતો હતો. અને શહેરમાં હરવા ફરવા માટે તે બાઈકચોરીના (Bike Theft) રવાડે ચઢ્યો હતો. તેને ક્રાઈમ બ્રાંચે ચોરીની (Crime Branch) એક બાઈક સાથે ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમે મળેલી બાતમીના આધારે ચોક બજાર ચાર રસ્તા પાસેથી આરોપી અર્જુન પુરન બીકે ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ચોરી કરેલી બાઈક મળી આવી હતી. આરોપીની પુછપરછ કરતા તેણે પોતાના મિત્ર મહેશ જોગી આઉજીને ત્યાં રહેતો હોવાનું અને શહેરમાં હરવા-ફરવા માટે મોડી રાત્રીના સમયે શાહપોર વિસ્તારમાં એક મોટા હોલની બાજુમાંથી બાઈકની ચોરી કરી હતી.
રીક્ષામાં મુસાફરના સ્વાંગ રચી અન્ય મુસાફરના રૂ.4.10 લાખના હીરા ચોરનાર 4 વર્ષે પકડાયો
સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીને આધારે રીક્ષામાંથી મુસાફરના રૂ.4.10 લાખના હીરા ચોરનાર આરોપીને ચાર વર્ષ બાદ ઝડપી પાડ્યો હતો.એસઓજીના હેડ કોન્સ્ટેબલ ધવલ વાલજીભાઇ અને પો.કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલ્લા ખાનને મળેલી બાતમીને આધારે આરોપી યુસુફ ઉર્ફે યુસુફ દાઢી યાસીન (ઉ.વ.૩૯ રહે-બિલ્ડીંગ નં-એ/૫, રૂમ નં-૯, ભેસ્તાન આવાસ)ને ઝડપી લીધો હતો. તેની પુછ-પરછ કરતા ચાર વર્ષ પહેલા મિત્ર મોસીન, અકબર, આશીફ તથા પરવીન ઉર્ફે શહેનાઝ શેખ સાથે મળી એક પેસેન્જર રીક્ષામાં મુસાફરનો સ્વાંગ રચી ફરતા હતા.
શિવકૃપા માર્કેટના વેપારીએ રૂ.૧૯.૫૩ લાખનો માલ ખરીદી ઠગાઈ કરી
સુરત : રૂા.19.53 લાખનો લહેગાનો માલ ખરીદીને પેમેન્ટ નહીં આપનારા શિવકૃપા માર્કેટના વેપારી સહિત ત્રણની સામે ગુનો નોંધાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોટા વરાછા ગોલ્ડન ચોક શગુન બંગ્લોઝ ખાતે રહેતા અમિત લલ્લુભાઈ ગાલાણી કાપડનો વેપાર કરે છે. દરમિયાન તેમની મુલાકાત કાપડ દલાલ શૈલેષ ઉર્ફે યોગેશ વસોયા અને હિતેશ વઘાસીયાની સાથે થઇ હતી. આ બંનેએ અમિતભાઇની મુલાકાત રિંગરોડની શિવકૃપા ટેક્સટાઇલ માર્કેટમાં વેપાર કરતા વેપારી અતુલ રજનીકાંત સોની સાથે કરાવી હતી. ત્રણેયએ ભેગા મળીને અમિતભાઇની પાસેથી રૂા. 19.53 લાખની કિંમતનો લહેંગાનો કાપડનો માલ ઉધારીમાં ખરીદ કર્યો હતો અને બાદમાં પેમેન્ટ આપ્યું ન હતું. જે અંગે ત્રણેયની સામે અમિતભાઇએ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.