SURAT

સુરત: પાડોશીને ઘરની ચાવી આપવાનું મહિલાને ભારે પડ્યું, લોકર ખોલી દાગીના ચોરી લીધા

સુરત(Surat) : મહિધરપુરામાં શાકભાજી (Vegetables) ખરીદવા અને દરગાહમાં માથું ટેકવવા માટે ગયેલી મહિલાને પાડોશી મહિલાને (Neighbor) ઘરના દરવાજાની ચાવી (Home Door Key) આપવાનું ભારે પડ્યું હતું. પાડોશી મહિલાએ ફ્રિઝરના ખાનામાંથી ચાવી લઇ રૂ.6 લાખની કિંમતના દાગીના ચોરી (Jewelry Theft) લીધા હતા. જે અંગે પોલીસ ફરિયાદ થઇ હતી.

  • રિપેરિંગ માટે ઘર ખોલ્યું તો ખુદ પાડોશી મહિલા જ ઘરમાંથી 6 લાખના દાગીના ચોરી ગઈ
  • મકાનમાલિકે ફ્લેટના સીસીટીવી કેમેરા ચેક કરતાં પાડોશી મહિલા ચોરી કરતી દેખાઈ
  • પડોશી મહિલાએ 2.24 લાખના દાગીના પરત આપ્યા અને 3.72 લાખના દાગીના પરત નહીં આપતાં પોલીસ ફરિયાદ

પ્રાપ્ત વિગતો મુજબ, મહિધરપુરાના ઇંદરપુરાના બદ્રી રોડ ઉપર રહેતાં સકીના સબીર શેખ અબ્દુલ હુસેન ઝાકિર બુધવારે સાંજે શાકભાજી ખરીદવા માટે ગયાં હતાં અને ત્યાંથી તેઓ ઝાંપાબજાર દરગાહમાં માથું ટેકવવા માટે ગયાં હતાં. આ સમય દરમિયાન તેઓને ત્યાં વાઇફાઇ રિપેરિંગ કરવાવાળો યુવક આવ્યો હતો. સકીનાબેને તેઓની ઉપરના ફ્લેટમાં રહેતા હાફિઝા મંસુર બદરૂદ્દિન પિત્તરવાલાને ફોન કરીને કહ્યું કે, મારા ઘરની બહાર બૂટ-ચપ્પલના સ્ટેન્ડની અંદર ઘરની ચાવી મૂકી છે, તમે લોક ખોલીને વાઇફાઇ રિપેરિંગ કરાવો. તેઓ પોતાના ઘરે ગયા ત્યારે દરવાજો ખુલ્લો હતો, બાળકો પણ સ્કૂલેથી આવી ગયાં હતાં. પરંતુ ઘરનો કબાટ ખોલતાં તેમાંથી રોકડા રૂ.4500 તેમજ અન્ય સોના-ચાંદીના દાગીનાની ચોરી થઇ હતી.

આ અંગે સકીનાબેને પોતાના ઘરના સીસીટીવી કેમેરા ચેક કરતાં પડોશમાં રહેતા નફીઝાબેન તેમના ઘરમાં આવીને ફ્રિઝરના ખાનામાંથી કબાટની ચાવી લઇને તેમાંથી દાગીના ચોરતા દેખાયાં હતાં. સકીરાબેને નફીઝાને બોલાવીને પોતાના દાગીના પરત માંગ્યા હતા, પરંતુ તેણીએ માત્ર 2.24 લાખના દાગીના પરત આપ્યા અને બાકીના રૂ.3.72 લાખના દાગીના આપ્યા ન હતા. જે અંગે સકીરાબેને પોલીસ કંટ્રોલમાં ફોન કરતાં પોલીસ પણ આવી પહોંચી હતી. પોલીસે નફીઝાની સામે ચોરી કરવા અંગેની ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી નફીઝાની ધરપકડ કરી હતી.

Most Popular

To Top