Gujarat

કૂતરાનું નામ પસંદ નહીં પડતા પાડોશીએ મહિલાને જીવતી સળગાવી દીધી, ભાવનગરની ચોંકાવનારી ઘટના

ભાવનગર: (Bhavnagar) ભાવનગરના પાલીતાણામાં (Palitana) ચોંકાવનારી ઘટના બની છે. અહીં કૂતરાનું (Dog) નામ (Name) પસંદ નહીં પડતા 5 પાડોશીઓએ (Neighbors) ભેગા મળી પાડોશમાં રહેતી તેના 6 વર્ષના પુત્રની (Son) નજર સામે જ મહિલાને (Women) જીવતી સળગાવી (Burned alive) દીધી છે. હાલ મહિલા હોસ્પિટલમાં (Hospital) સારવાર લઈ રહી છે. મહિલાના પતિએ તેની પાડોશમાં રહેતા 5 જણા સામે પોલીસ ફરિયાદ (Police complaint) નોંધાવી છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

આ કેસની મળતી વિગત અનુસાર ભાવનગર જિલ્લાના પાલીતાણામાં બે પાડોશી વચ્ચે નાનકડી બાબતે ઝઘડો થયો હતો. ઝઘડો એટલો વકર્યો હતો કે પાડોશીઓએ મહિલાને તેના જ 6 વર્ષના પુત્રની નજર સામે જીવતી સળગાવી દીધી હતી. ઘટનાની વિગત એવી છે કે પાલીતાણાના શક્તિનગરમાં રહેતા નીતાબેન જેન્તીભાઈ સરવૈયાને તેમના જ પાડોશમાં રહેતા 5 લોકોએ ભેગા મળીને જીવતા સળગાવી દીધા છે. નીતાબેન પોતાના ઘરે એક કૂતરું ખરીદીને લાવ્યા હતા.

આ કૂતરાનું નામ સોનું રાખ્યું હતું. બસ, ઝઘડાનું મૂળ આ જ બન્યું. કારણ કે નીતાબેનની પાડોશમાં રહેતી મહિલાનું નામ પણ સોનું હતું. પાડોશી સોનુ નામની મહિલાને કૂતરાનું નામ સોનું રાખવાનું પસંદ પડ્યું નહીં. આ મુદ્દે બંને પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો સોમવારે વધુ વકર્યો હતો અને સોનુ નામની મહિલાના પરિવારજન 3 પુરુષ અને બે મહિલાએ ભેગામળીને નીતાબેનને જીવતા સળગાવી દીધા હતા. હાલ નીતાબેનની સ્થિતિ ગંભીર છે. પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને શોધખોળ આદરી છે.

Most Popular

To Top