વડોદરા : વડોદરામાં ફાયર સેફ્ટી મુદ્દે બેદરકારી દાખવનાર કોમર્શિયલ ઇમારતોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ફાયર ડિપાર્ટમેન્ટે બેદરકારી દાખવનાર ઇમારતો સામે સપાટો બોલાવતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા ખાતે માણકી કોમ્પલેસને કોમર્શિયલ બિલ્ડીંગ અનેકવાર નોટીસ અને ચેતવણી આપ્યા બાદ પણ ફાયર સેફટી અંગેની જરૂરી સુવિધા સમયમર્યાદા વિત્યા બાદ પણ ઉભી ન કરાતાં સીલ કરવાની કામગીરી હાથ ધરી હતી. દોઢ વરસ અગાઉ પણ માણકી કોમ્પલેકસમાં આગ લાગી હતી છતાં ફાયર વિભાગે કોઇ કાર્યવાહી કરી ન હતી. મહત્વનું છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી ફાયર વિભાગ દ્વારા એન ઓ સી ના લીધી હોય તેવી હાઇરાઇઝ બિલ્ડીંગો ની નોટીસ આપી છે તો આટલા મહિના સુધી ફાયર વિભાગ કેમ કોઈ કાર્યવાહી કરી નહી?
149 બિલ્ડિંગો ફાયર સેફ્ટી વિના
હાઇ કોર્ટના આદેશથી અમદાવાદ, સુરત, રાજકોટમાં રોજે રોજ કોમર્શિયલ મિલકત, હાઇરાઇઝ બિલ્ડીંગો, સ્કૂલો, હોસ્પિટલમાં એન ઓ સી ના હોય તો સિલ મારવાની કામગીરી પુરજોશમાં ચાલુ છે. શહેરમાં કાગળ ની ગેમ છે. સ્થળ પર ગયા વગર, સ્થળ નિરીક્ષણ કર્યા વગર, સાધનોની ચકાસણી કર્યા વગર વહીવટદારો, દલાલો, એજન્ટ ચોક્કસ રકમ આપી પ્રોવિજનલ, એનઓસી આપી દે છે અને મોસ મોટો વહીવટ થાય છે. 149 જેટલી સરકારી અર્ધસરકારી કચેરીઓમાં પણ ફાયરનાં સાધનો એનઓસી રીન્યુ ન કર્યા , ફાયર સિસ્ટમ એક્સપાયરીવાળા, અથવા કાર્યરત ન હોય. સરકારી વિભાગમાં નોટિસ આપવાની ફાયર વિભાગને જીગર ચાલતી નથી. લોકોને કાયદો બતાવનાર સરકારી-અર્ધ સરકારી કચેરીઓમાં ફાયર વિભાગ ના સાધનો ના હોય તો ખાનગી હાઈરાઈઝ બિલ્ડીંગો હોસ્પિટલોમાં, સ્કૂલો ,બેંકો ઇન્સ્યોરન્સ કંપની, હોટલ, રેસ્ટોરન્ટ, વગેરેમાં ક્યાંથી હોય.