Charchapatra

બેદરકારી

તાજેતરમાં જ સાંપ્રત સમયની સરકારના ગતિશીલ ગુજરાતના વિકાસના  ઓછાયા તળે તળ સુરત આખું મેટ્રો રેલ પ્રોજેક્ટનાં કારણોસર જયારથી મોટા ભાગના વિસ્તારોમાં રસ્તાઓ ઉપર ખોદકામોથી માથે લીધું છે કારણ કે,કંઈ કેટલાય નાગરિકોને મન તો રીતસરનો માથે મારેલો પ્રોજેક્ટ લાગે જ છે. જાહેર માર્ગોના બેફામ ખોદકામને કારણે દરરોજ એકાદ નાનાં મોટાં વાહનચાલકોને અકસ્માતોના ભયના ઓથાર તળે ખૂબ જ સાવધાની રાખવી પડે છે. સુરતના હાર્દ સમા વિસ્તારમાં ચોકબજાર ગાંધી બાગની સામે આવેલ જૂની સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું એ સમયે ત્યાં વર્ષોથી જાણીતી એવી એક પ્રતિષ્ઠિત વ્યક્તિ / હસ્તીની પ્રતિમા નામે આઝાદી પૂર્વે સન ૧૮૬૩ માં સર કાવસજી જહાંગીર ( Ready Money) જેઓના દાન થકી સદર સિવિલ હોસ્પિટલનું બાંધકામ કરવામાં આવ્યું હતું.

એમની સ્મૃતિમાં સ્થાપિત કરી ,સર્જાયેલું એક વંદનીય વ્યક્તિની  પ્રતિમાને મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે કોઈ પણ પ્રકારની મંજૂરી કે માહિતી / જાણકારી મેળવ્યા વગર જે તે સમયે મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે રસ્તા પહોળા કરવા ઈજારદાર દ્વારા કરવામાં આવેલ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે એ  દાતાની પ્રતિમા પણ ધરાશયી કરવામાં આવી. તળ સુરતના બહુ શિક્ષિત વર્ગ અને પ્રાચીન સુરત પ્રેમીઓના હૃદયને  કારમો આઘાત સહન કરવો પડે છે.પ્રજાના સુરત બચાવો અભિયાન માટે મથી રહેલા કંઈ કેટલાય મૂળ સુરતનાં અનેક નાગરિકોને હવે એવો આભાસ થાય છે કે વીર કવિ નર્મદની નગરી હવે શું ખરેખર નામર્દ તો નથી થતી?
સુરત     – પંકજ શાંતિલાલ મહેતા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top