તારાપુર: તારાપુર પાસે આવેલા કાનાવાડા ગામની બાપા સીતારામ મઢુલી નજીક સાઈટ ચેક કરવા માટે બોલેરો કાર લઈને ગયેલા કંપનીના માઈન્સ મેનેજર કારમાં આગ લાગતાં બળીને ભડથુ થઈ ગયા હતા. આ અંગે તારાપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અાણંદ જીલ્લાના તારાપુરના રાધાબાગમાં મુળ યુપીના અવધેશકુમાર સુભારામ દુબે (ઉ વ. ૪૮)રહે છે. તેઓ જીએનઆરએલ ઓઈલ એન્ડ ગેસ કાનાવાડા પ્રોજેક્ટમાં માઈન્સ મેનેજર તરીકે ફરજ બજાવે છે. રવિવારે રાત્રીના નવેક વાગ્યાના અરસામાં તેઓ કંપનીની બોલેરો કાર નંબર જીજે-૦૧, આરજે-૭૫૬ની લઈને કાનાવાડા નજીક આવેલી બાપા સીતારામ મઢુલી નજીક સાઇટ પર ચેકીંગ માટે ગયા હતા. દરમ્યાન એકાએક કારમાં આગ લાગતાં તેઓ બળીને ભડથુ થઈ ગયા હતા.
આગથી બચવા તેમણે કારનો દરવાજો પણ ખોલી ન શકતાં કારની સીટમાં જ બળીને સળગી ગયા હતા. ઘટનાની જાણ જયદિપભાઈ મીશ્રાએ તારાપુર પોલીસને કરતાં જ પોલીસની ટીમ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો લઈને પીએમ માટે મોકલી આપ્યો હતો.આ બનાવના પગલે માર્ગ પર કલાકો સુધી ટ્રાફીક જામ થઇ ગયો હતો. તેને પૂર્વ રત કરવા માટે તારાપુર પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી.
પરપ્રાતિય અવધેશકુમાર ના પરિવારને જાણ કરાતા તેવો પર આભ ટૂટી પડ્યું હતું. આ બનાવ ગકઇ રીતે બન્યો તે અંગે પોલીસે કાર્યવાી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.