Madhya Gujarat

સંતરોડ પાસે LCBની ટીમે વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

       ગોધરા: પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસે મોરવા હડફ તાલુકાના સંતરોડ ચેકપોસ્ટ નાકાબંધી કરીને આઇસર ટેમ્પા માં હેલ્મેટના બોક્સની આડમા છુપાવીને લઈ જવાતો 12 લાખથી વધુની કિમંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.પોલીસે દારૂ, રોકડ રકમ, હેલ્મેટ,સહિતના  મુદ્દામાલ સાથે એક ઈસમ ની અટકાયત કરીને ૨૪,૨૨,૯૦૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ગોધરા રેન્જ આઇજી તેમજ જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. પંચમહાલ જિલ્લા એલ.સી.બી પોલીસના પી.આઈ ડી એન ચુડાસમા ખાનગી રાહે બાતમી મળી હતી કે એક આઈસર ટેમ્પો જેની પાછળના ભાગે આવેલી બોડી ઉપર તાડપત્રી બાંધીને તેના ડાલામાં હેલમેટના બોક્સની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને દાહોદ થી ગોધરા તરફ જવા નીકળેલ છે.

બાતમીના આધારે પી.એસ.આઇ બી.એમ. મછાર તથા એલસીબી સ્ટાફના માણસોએ સંતરોડ ચેકપોસ્ટ પર નાકાબંધી કરી હતી.બાતમી વાળા ટેમ્પાને રોકીને તેમાં તપાસ કરતા હેલમેટના બોક્સની હારમાં છુપાવીરાખેલ 12લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો સાથે અશોકકુમાર બિસ્નોઈ રહે. જિલ્લો જાલોર રાજસ્થાનના એક ઈસમની અટકાયત કરી હતી.

એલ.સી.બી પોલીસે  વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર અને તથા આઈસર ટેમ્પાના માલિક તથા દારૂનો જથ્થો મંગાવનાર વિરૂધ્ધ મોરવા હડફ પોલીસ સ્ટેશનમાં એક્ટની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top