Vadodara

અનગઢ પાસે એકસપ્રેસ-વે પર હજારો ઘનમીટર માટીનું ખનન

વડોદરા: મુંબઈ-િદલ્હી એકસપ્રેસ હાઈવે પર આવેલ અનગઢ નજીક કોન્ટ્રાકટરોએ આડેધડ ખોદકામ કરીને લાખો ઘનમીટર માટી ઉલેચીને સરકારને કરોડો રૂપિયાનું રોયલ્ટીનું નુકસાન કરાવતા હોવાનું કૌભાંડ વિરોધ પક્ષના મહામંત્રીએ ફોડતા ખળભળાટ મચી ગયો હતો.

મુંબઈ દિલ્હી એકસપ્રેસ હાઈવેની કામગીર પૂરજોશમાં ચાલી રહી છે. ખ્યાતનામ લાર્સન અને ટુબ્રો કપનીએ કોન્ટ્રાકટર લઈને રોડની કામગીરી પેટા કોન્ટ્રાકટને આપ દીધી હતી.

જેનો માટી ખોદાણનો કોન્ટ્રાટ ઓગસ્ટ માસમાં પૂરો થઈ ગયો હોવા છતાં આગળનો વર્ક ઓર્ડર મેળવ્યા વિના જ સર્વે કર્યા ઉપરાંતની ચાર ગણી જમીનમાં બેફામ ખોદાણ કરી નાખ્યુ હોવાનું કૌભાંડ સપાટી પર આવ્યું હતું.  સરકારને કરોડો રૂિપયાની રોયલ્ટીનું નુકસાન કરાવતી કંપનીના ગેરકાનૂની કામગીરી અંગે આકરા પ્રત્યાઘાત ઠાલવતા કોંગ્રેસ પક્ષના પ્રદેશ મહામંત્રી નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું.

ફકત પાંચ હેકટરમાં ખોદાણ કરવાના આદેશને ઘોળીને પી ગયેલા કોન્ટ્રાકટરોએ 22 હેકટરમાં આડેધડ ખોદાણ કરી નાખતા છ ફુટની જગ્યાએ વીસથી પચીસ ફુટ ઉંડા ખાડા કરી નાખ્યા છે અને લાખો ઘનમીટર માટીના ભરેલા હજારો ડમ્પર માટી ખનન કરીને કરોડો રૂપિયાની કરચોરી કરી હતી. 

અનગઢ ગામના સરપંચ, સરકારી તંત્રની મિલિભગતથી માટી માફીયાઓને ઘી કેળા થઈ ગયા છે છતાં દિનબદિન ખોદાણમાં વધારો થઈ રહયો હોવાથી આગામી દિવસોમાં કૌભાંડ અંગે કલેકટરને આવેદનપત્ર આપીને ગેરકાનૂની પ્રવૃત્તિ બંધ કરાવવા માંગ કરનાર છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top