નવી દિલ્હી: NCERTનાં અભ્યાસક્રમમાં (syllabus) ગયા વર્ષે જ તેમાં બદલાવ કરવામાં આવશે તેવી ધોષણા કરવામાં આવી હતી. જો કે ઉત્તર પ્રદેશમાં આ વર્ષથી આ બદલાવને લાગુ કરી દેવામાં આવ્યો છે. ધોરણ 10,11 અને 12માં ઈતિહાસના પુસ્તકોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જાણકારી મુજબ પુસ્તકોમાંથી ઈતિહાસ સંબંધિત ચેપ્ટરોને હટાવી દેવામાં આવ્યાં છે.
નવા અભ્યાસક્રમ હેઠળ, ઈતિહાસ પુસ્તક થીમ્સ ઓફ ઈન્ડિયન હિસ્ટ્રી-ભાગ-2માંથી મુઘલ કોર્ટ્સ (16મી અને 17મી સદી) દૂર કરવામાં આવી છે. ધોરણ 11નાં પાઠ્યપુસ્તકમાંથી સેન્ટ્રલ ઇસ્લામિક લેન્ડ્સ, ક્લેશ ઓફ કલ્ચર અને ઔદ્યોગિક ક્રાંતિ સંબંધિત પાઠો પણ દૂર કરવામાં આવ્યા છે. ધોરણ 12ના ઈતિહાસના પુસ્તકો વિદ્યાર્થીઓને અકબરનામા અને બાદશાહનામા, મુઘલ શાસકો અને તેમના સામ્રાજ્ય, હસ્તપ્રતોની રચના, રંગ ચિત્ર, આદર્શ રાજ્ય, રાજધાની અને અદાલતો, શીર્ષકો અને ભેટો, શાહી પરિવાર, શાહી અમલદારશાહી, મુઘલ ચુનંદા, સામ્રાજ્ય અને સરહદો વિશેની તમામ બાબતોને હટાવી દેવામાં આવી છે. આ ઉપરાંત, અમેરિકન હેજેમની ઇન વર્લ્ડ પોલિટિક્સ અને કોલ્ડ વોર એરા જેવા પ્રકરણો પણ ધોરણ 12 ના નાગરિકશાસ્ત્રના પાઠ્યપુસ્તકમાંથી સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યા છે. ધોરણ 12નાં પુસ્તક પોલિટિક્સ ઇન ઇન્ડિયા સિન્સ ઇન્ડિપેન્ડન્સમાંથી રાઇઝ ઓફ પોપ્યુલર મૂવમેન્ટ્સ અને એરા ઓફ વન પાર્ટી ડોમિનેન્સ પણ દૂર કરવામાં આવ્યા છે. જેમાં કોંગ્રેસ, સમાજવાદી પક્ષ, ભારતીય સામ્યવાદી પક્ષ, ભારતીય જનસંઘ અને સ્વતંત્ર પક્ષનું વર્ચસ્વ જણાવવામાં આવ્યું હતું. જ્યારે 10મા ધોરણના પુસ્તક ડેમોક્રેટિક પોલિટિક્સ-2માંથી લોકશાહી અને વિવિધતા, લોકપ્રિય સંઘર્ષ અને ચળવળ, લોકશાહીના પડકારો જેવા પાઠ પણ દૂર કરવામાં આવ્યા છે.
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે ગાંધીના મૃત્યુની દેશની સાંપ્રદાયિકle પર પડેલી અસર, હિંદુ-મુસ્લિમ એકતા, RSS આ બધી બાબતો હવે અભ્યાસક્રમમાં વાંચવા મળશે નહિં,. યુવા પેઢીને શાળાના પુસ્તકોમાં આ બધું જાણવા મળશે નહિં કારણ કે નવા શૈક્ષણિક સત્ર 2023-24 માટે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ના પ્રસ્તાવિત ધોરણ 12 પોલિટિકલ સાયન્સના પાઠ્યપુસ્તકમાંથી આને લગતા પાઠોને હટાવી દેવામાં આવ્યાં છે.
NCERT, ગયા વર્ષે તેના અભ્યાસક્રમના તર્કસંગતીકરણની કવાયતના ભાગ રૂપે, ઓવરલેપિંગ અને અપ્રસ્તુત કારણોને ટાંકીને અભ્યાસક્રમમાંથી અમુક ભાગોને કાઢી નાખ્યા હતા જેમાં ગુજરાતના રમખાણો, મુઘલ અદાલતો, કટોકટી, શીત યુદ્ધ, નક્સલવાદી ચળવળ વગેરેના પાઠનો સમાવેશ થતો હતો. તેના નવા પાઠ્યપુસ્તકોમાં મહાત્મા ગાંધી સાથે સંબંધિત ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ અને ઘટનાઓનો ઉલ્લેખ નથી. જોકે, NCERTનો દાવો છે કે આ વર્ષે અભ્યાસક્રમમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી
NCERT તરફથી શું પ્રતિક્રિયા આવી?
NCERTના ડાયરેક્ટર દિનેશ પ્રસાદ સકલાનીએ કહ્યું કે મુઘલો વિશેના પ્રકરણો હટાવવામાં આવ્યા નથી. તેણે કહ્યું, ‘આ જૂઠ છે. ચર્ચાને બિનજરૂરી ગણાવતા NCERTના ડિરેક્ટરે કહ્યું કે નિષ્ણાત સમિતિએ ભલામણ કરી છે કે જો આ પ્રકરણ દૂર કરવામાં આવે તો તેનાથી બાળકોના જ્ઞાન પર કોઈ અસર નહીં થાય અને બિનજરૂરી બોજ દૂર થઈ શકે છે.તેમણે જણાવ્યું હતું કે સમગ્ર પાઠયપુસ્તકમાં બદલાવ ગયા વર્ષે કરવામાં આવ્યાં હતા, આ વર્ષે અભ્યાસક્રમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.