Gujarat

મસાલાના પાર્સલમાં અમેરિકા મોકલાતું ડ્રગ્સ જપ્ત કરતું એનસીબી

ગાંધીનગર : ગુજરાતમાંથી કુરિયરમાં મસાલાના પાર્સલમાં હકીકતમાં કેટામાઈન (ડ્રગ્સ) મોકલવામાં આવતુ હોવાની બાતમીના આધારે કેન્દ્ર સરકારની એજન્સી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી) દ્વારા બેંગલુરૂ નજીકથી ડ્રગ્સ માફિયા અદાનાન ફર્નીચરવાલાની ધરપકડ કરીને તેની પાસેથી 2 કિલો કેટામાઈન જપ્ત કરી લેવાયું છે.

અદનાન ફર્નીચરવાલાની સાથે ત્રણ ત્રણ નાઈઝીરિયયન પણ ઝડપી લેવાયા છે. અદનાન ફર્નીચરવાલાને દિલ્હીની નાઈઝીરિયન ગેંગ દ્વારા ડ્રગ્સ આપવામાં આવ્યુ હતું. આ ડ્રગ્સ હકીકતમાં મસાલાના પેકેટની અંદર છુપાવવામાં આવ્યુ હતું. જે અમેરિકા મોકલવાનું હતું. જો કે ભારતીય બનાવટના પાર્સલની અંદર ડ્રગ્સ અમેરિકા જાય તે પહેલા તેને એનસીબીની ટીમ દ્વારા જપ્ત કરી લેવાયુ હતું. ગુજરાત, બેગલુરૂ અને દિલ્હીમાં એનસીબીની ટીમ દ્વારા દરોડા સાથે તપાસનું ઓપરેશન હાથ ધરાયું હતું.

એનસીબીના સૂત્રોએ કહ્યું હતું કે, અદનાન ફર્નીચરવાલા મૂળ પૂનાનો વતની છે, જો કે તે અમેરિકા પહોંચી ગયો હતો. અમેરિકામાં તેની સામે ડ્રગ્સના ત્રણ કેસો નોંધાયા બાદ તેને ઝડપીને ભારત પરત મોકલી દેવાયો હતો. ગત વર્ષે એનસીબી મુંબઈ દ્વારા તેની ડ્રગ્સના કેસમાં તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. તે પછી તે પેરોલ પર છૂટયો હતો.તેને ઝડપી લેવા માટે એનસીબીએ ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ઓપરેશન હાથ ધર્યુ હતું. નાઈઝીરિયાન ગેંગના આમાન્યૂઅલ ન્વાબીયોરા ઉર્ફે માઈક સઙિત ત્રણ નાઈઝિરીયનની પણ ધરપકડ કરી લેવાઈ છે.

Most Popular

To Top