2જી ઓક્ટોબરે NCBએ મુંબઈના દરિયાકિનારે ક્રુઝ શિપ પર આયોજિત પાર્ટી પર દરોડો પાડ્યો હતો. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે આ દરોડામાં એક મોટા બોલીવુડ અભિનેતાના પુત્રની અટકાયત કરવામાં આવી છે. આજે સવારે, NCBના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ છે કે શાહરૂખ ખાનના પુત્ર આર્યનને NCBના અધિકારીઓએ અટકાયતમાં લીધો છે.
NCB ના વરિષ્ઠ અધિકારીએ કહ્યું, “તેના પર તપાસ ચાલી રહી છે.”
તપાસની નજીકના સૂત્રએ જાહેર કર્યું કે આર્યનને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ કદાચ તેની ડ્રગ્સમાં કોઈ સંડોવણી નહોતી. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ જ કેસમાં અન્ય એક બોલિવૂડ અભિનેતાના પુત્રની અટકાયત કરવામાં આવી છે. જોકે હજુ બીજા નામની પુષ્ટિ મળી નથી.
ગઈકાલે રાત્રે ANIએ ટ્વિટર પર એક પોસ્ટ સાથે સમાચારની પુષ્ટિ કરી હતી જેમાં લખ્યું હતું કે, “મહારાષ્ટ્ર: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ મુંબઈમાં ક્રૂઝ પર આયોજિત પાર્ટીમાં કરાયેલા દરોડા દરમિયાન ઓછામાં ઓછા 10 લોકોની અટકાયત કરી હતી. એજન્સી કહે છે કે વિગતોની રાહ જોવાઈ રહી છે.
એનસીબીના નજીકના સૂત્રો દ્વારા એ પણ બહાર આવ્યું છે કે તપાસ એજન્સીના અધિકારીઓ આર્યનના ફોનની તપાસ કરી રહ્યા છે અને ચકાસી રહ્યા છે કે તેના ડ્રગ્સના અથવા ડ્રગ્સના સેવનમાં સીધી સંડોવણી છે કે નહીં.