Entertainment

નયનતારા-વિગ્નેશએ દિવાળી પર જોડિયા બાળકોની ઝલક બતાવી, ચાહકોએ પ્રેમ વરસાવ્યો

નવી દિલ્હી: ફિલ્મજગતમાં બોલિવુડથી (Bollywood) લઈ ટોલિવુડ (Tollywood) સુધીના તમામ સેલેબ્રિટી દિવાળીની (Diwali) ઉજવણી (Celebration) કરી રહ્યા છે. બોલિવુડ-ટોલિવુડમાં લગ્ન બાદ ઘણા સેલેબ્સે પહેલી દિવાળી સેલિબ્રેટ કરી હતી. ત્યારે સાઉથના લોકપ્રિય કપલ નયનતારા (Nayantara) અને વિગ્નેશ શિવને (Vignesh Shivan) પણ પહેલી દિવાળી મનાવી હતી. આ દિવાળી ઘણી રીતે કપલ માટે ખાસ હતી. નયનતારા અને વિગ્નેશે થોડા દિવસ પહેલા જ જોડિયા બાળકોનું (Twins Baby) સ્વાગત કર્યું છે. તહેવારના અવસર પર, કપલે તેમના ટ્વિન્સની એક ઝલક શેર કરી છે.

કપલે ટ્વિન્સની ઝલક શેર કરી
નયનતારા અને વિગ્નેશ શિવન 9 જૂને લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્નના ચાર મહિના પછી નયનતારાએ જોડિયા બાળકોને જન્મ આપીને બધાને ચોંકાવી દીધા હતા. તેથી, 2022ની દિવાળી આ કપલ માટે ઘણી રીતે ખાસ સાબિત થઈ હતી. ખુશીના અવસર પર નયનતારા અને વિગ્નેશે જોડિયા બાળકો સાથેના ફોટા પણ શેર કર્યા છે. માત્ર ફોટો જ નહીં પરંતુ તેણે ખુશીનો વીડિયો પણ શેર કર્યો છે.

ઇન્સ્ટાગ્રામ પર જોડિયા બાળકોની તસવીરો અને વિડિયો શેર કરીને, નયનતારા-વિગ્નેશે ચાહકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. વીડિયોમાં નયનતારા અને વિગ્નેશ જોડિયા બાળકોને હાથમાં લઈને જતા જોવા મળે છે. માતા-પિતા બનવાની ખુશી દંપતીના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે. તેમને જોઈને ખબર પડે છે કે તેઓ તેમના બાળકોના સ્વાગત માટે કેટલી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

ફેન્સે પ્રેમ વરસાવ્યો
નયનતારા અને વિગ્નેશના બાળકોની એક ઝલક જોયા બાદ ચાહકોના દિલ આનંદથી ઉભરાઈ રહ્યા છે. ચાહકોનું માનવું છે કે આ ઇન્ટરનેટ પરનો સૌથી ક્યૂટ વીડિયો છે. ચાહકો નયનતારા અને વિગ્નેશના જોડિયા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. વીડિયોમાં કોઈ વ્યક્તિ હાર્ટ ઈમોજી બનાવીને પોતાનો પ્રેમ બતાવી રહી છે. તે જ સમયે, કોઈ સંપૂર્ણ આશીર્વાદ આપી રહ્યું છે. લગ્નના ચાર મહિના પછી નયનતારા માતા બની ત્યારે તેની ડિલિવરી અંગે દરેક જગ્યાએ સવાલો ઉઠ્યા હતા. જેના પર દંપતીએ ખુલાસો કરવો પડ્યો હતો. તમામ વિવાદો પર સ્પષ્ટતા આપતાં નયનતારા અને વિગ્નેશએ કહ્યું કે તેઓએ 6 વર્ષ પહેલા રજિસ્ટર્ડ લગ્ન કર્યા હતા.

Most Popular

To Top