Entertainment

તુમ્બાડ 2’ માં નવાઝુદ્દીન સિદ્દીકીની થશે ધમાકેદાર એન્ટ્રી, સોહમ શાહ સાથે ફરી જીવંત થશે ‘હસ્તર’ ની રહસ્યમય દુનિયા

‘સો જા દાદી વરના હસ્તર આ જાએગા’… આ ડાયલોગ જેણે તુમ્બાડ જોઈ હશે એ પરિચિત હશે જ. હવે સુપરહિટ ફિલ્મ તુમ્બાડની સીક્વલ ‘તુમ્બાડ 2’ માં શ્રેષ્ઠ અભિનેતાઓમાં સ્થાન મેળવનારા નવાજુદ્દીન સિદ્દીકી જોવા મળશે. અભિનેતા અને નિર્માતા સોહમ શાહે સોશિયલ મીડિયા પર આ મોટી જાહેરાત કરી છે, જેના કારણે ફેન્સ ઉત્સાહમાં આવી ગયા છે. સોહમ શાહે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નવાઝુદ્દીન સિદ્દીકી સાથેના બે ખાસ ફોટોઝ શેર કર્યા છે. બંને કલાકારો બ્લેક આઉટફિટમાં જોવા મળે છે અને તેમના હાથમાં ‘તુમ્બાડ’ સાથે જોડાયેલા પ્રોપ્સ પણ દેખાઈ રહ્યા છે, જેનાથી ફિલ્મના રહસ્યમય માહોલની ઝલક મળે છે. પોસ્ટ શેર કરતા સોહમે લખ્યું, “અમને જાહેરાત કરતા આનંદ થાય છે કે શ્રેષ્ઠ કલાકારોમાંથી એક @nawazuddin._siddiqui ‘તુમ્બાડ 2’ માં જોડાયા છે. સ્વાગત છે નવાઝ ભાઈ.”

આ જાહેરાત પછી સોશિયલ મીડિયા પર અભિનંદન અને ઉત્સાહભર્યા કમેન્ટ્સની વરસાદ જોવા મળી રહી છે. ફેન્સ લાંબા સમયથી ‘તુમ્બાડ 2’ ની રાહ જોઈ રહ્યા હતા, અને હવે નવાઝુદ્દીન જેવી પ્રતિભાશાળી કલાકારની એન્ટ્રીથી ફિલ્મ માટેની અપેક્ષાઓ વધુ વધી ગઈ છે. જોકે, નવાઝુદ્દીનના પાત્ર વિશે હજી સુધી કોઈ સત્તાવાર ખુલાસો થયો નથી. તેમ છતાં, તેઓ ‘હસ્તર’ની ડરાવની અને રહસ્યમય દુનિયામાં શું નવી ઉમેરો કરશે તે જાણવા માટે ચાહકો આતુર છે. ‘તુમ્બાડ’ ફિલ્મને તેની અનોખી સ્ટોરી, ભયાનક વાતાવરણ અને શક્તિશાળી અભિનય માટે દર્શકો તરફથી અપાર પ્રેમ મળ્યો હતો. રી-રિલીઝ પછી પણ ફિલ્મને એટલો જ સારો પ્રતિસાદ મળ્યો હતો, જે દર્શાવે છે કે ‘હસ્તર’ ની દુનિયા આજે પણ લોકોના મનમાં જીવંત છે. હવે જોવાનું રહ્યું કે ‘તુમ્બાડ 2’ પ્રથમ ભાગ જેવી જ અસર પેદા કરી શકશે કે નહીં. પરંતુ એક વાત તો નિશ્ચિત છે, સોહમ શાહ અને નવાઝુદ્દીન સિદ્દીકીની જોડીને પડદા પર જોવા માટે દર્શકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

Most Popular

To Top