Business

બડી બડી બાતેં ઓર દર્શન છોટે.., નવસારીનો PM મિત્રા મેગા ટેક્સટાઈલ પાર્ક પ્રોજેક્ટ ઠપ

સુરત: 2021/22 માં કેન્દ્રીય બજેટમાં દેશમાં જુદા જુદા રાજ્યોમાં 7 PM મિત્રા ઇન્ટિગ્રેટેડ મેગા ટેક્સટાઇલ પાર્ક બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને 2024 લોકસભાની ચૂંટણી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીના વાંસીબોરસીમાં 1141 એકરમાં બનનારા PM મિત્રા મેગા ટેક્સટાઇલ પાર્કમાં, સ્પિનિંગથી લઇને મેન્યુફેક્ચરિંગ અને વેચાણ બધુ એક જ સ્થળે થશે.મિત્ર પાર્ક એક જ સ્થળે, એક જ છત નીચે સ્પિનિંગ, વિવીંગ, પ્રોસેસિંગ- ડાઈંગ અને પ્રિન્ટિંગથી લઈને ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ સુધીની ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ વેલ્યુ ચેઈન બનાવશે. આ ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઇલ વેલ્યુ ચેઈન ઉદ્યોગના લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કરશે એવી જાહેરાત કરી હતી. 13 જુલાઈ 2023 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વર્ચ્યુઅલ મિટિંગમાં ગુજરાતના મુખ્યમંત્રી સાથે નવસારીના PM મિત્રા મેગા ટેક્સટાઇલ પાર્ક માટે MOU કર્યા હતા.

  • બે વર્ષ પછી પણ માસ્ટર ડેવલપરની નિમણૂંક નહીં થઈ નથી
  • GIDC અને કેન્દ્ર સરકારના ટેકસટાઈલ મંત્રાલય વચ્ચે સંકલનના અભાવે ગુજરાત સામે બીજા રાજ્યોએ મેદાન માર્યું

આ MOU થયા ને બે વર્ષ પછી પણ માસ્ટર ડેવલપરની નિમણૂંક નહીં થતાં નવસારી PM મિત્રા મેગા ટેક્સટાઈલ પાર્ક પ્રોજેક્ટ ગતિ પકડી શક્યો નથી.માત્ર ડ્રેનેજ લાઈન,પાણીની લાઇન,જમીન લેવલીંગ ફિલિંગ અને પાવર ટ્રાન્સમિશન લાઇન ખેંચવાનું બેઝિક લેવલનું કામ જ અત્યારે ચાલી રહ્યું છે.આ કામ એટલું ધીમી ગતિએ ચાલી રહ્યું છે કે, બીજા બે વર્ષ નીકળી જાય એમ છે.

પાર્કમાં જેનો સૌથી મોટો હિસ્સો છે. એ GIDC અને કેન્દ્ર સરકારના ટેકસટાઈલ મંત્રાલય વચ્ચે સંકલનના અભાવે ગુજરાત સામે બીજા રાજ્યોએ મેદાન માર્યું.

નવસારીના વાંસીબોરસીમાં 1141 એકરમાં બનનારા ટેકસટાઈલ પાર્ક માટે સુરત અને ગુજરાતના ટેકસટાઈલ ઉદ્યોગકારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો.ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન(GIDC)ના જમીનની સેગમેન્ટ વાઇઝ જરૂરિયાતના માંગણી સરવેને ઉદ્યોગકારોએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો હતો.

પાર્કના કુલ ફાળવણીપાત્ર વિસ્તાર સામે GIDC સમક્ષ છ ગણી માંગ કરવામાં આવી હતી. લગભગ 600 એકર ફાળવણી પાત્ર જમીન વિસ્તાર સામે 3600 એકર જમીનની માંગણી કરતી પ્રપોઝલ મળી છે. નોંધનીય છે કે, કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ રાજ્ય સરકાર દ્વારા GIDCને ટોકન દરે પાર્ક માટે જમીન ફાળવવામાં આવી છે.

નવસારીમાં પાર્ક એક જ સ્થળે, એક જ છત્ર નીચે સ્પિનિંગ, વિવીંગ, પ્રોસેસિંગ/ડાઈંગ અને પ્રિન્ટિંગથી લઈને ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ સુધીની ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ વેલ્યુ ચેઈન બનાવશે. આ ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઇલ વેલ્યુ ચેઈન ઉદ્યોગના લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કરશે

સરકારે પીએમ મિત્ર પાર્ક સ્થાપવા માટે 7 સ્થળોને મંજૂરી આપી છે . આમાં ગુજરાત , કર્ણાટક , મધ્યપ્રદેશ , મહારાષ્ટ્ર , તમિલનાડુ , તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં એક – એક સ્થાનનો સમાવેશ થાય છે .​

પાર્કના દરવાજા સુધી બાહ્ય માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે વિવિધ રાજ્ય સરકારો દ્વારા રૂ.1197.33 કરોડના માળખાગત કાર્યો શરૂ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં રૂ. 291.61 કરોડ ખર્ચવામાં આવ્યા છે . રૂ. 399.26 કરોડના કાર્યો મંજૂરી અથવા મંજૂરીના વિવિધ તબક્કામાં છે . પીએમ મિત્ર પાર્ક મધ્યપ્રદેશ માટે રૂ.2063 કરોડનો વિકાસ યોજના મંજૂર કરવામાં આવી છે .

તમિલનાડુ માટે પણ રૂ.1894 કરોડનો સમાન યોજના મંજૂર કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં રૂ. 1894 કરોડનો એન્જિનિયરિંગ , પ્રાપ્તિ અને બાંધકામ ( EPC ) પેકેજ મંજૂર કરવામાં આવ્યો છે.30 જૂન,2025 ના રોજ માળખાગત વિકાસ માટે રૂ. 773 કરોડના ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા . તેલંગાણામાં પીએમ મિત્ર પાર્કમાં ઔદ્યોગિક શેડનું બાંધકામ ચાલુ છે . મહારાષ્ટ્રમાં પીએમ મિત્ર પાર્કમાં રૂ.118 કરોડના કાર્યો પ્રગતિમાં છે .​​​​​​​​​​

સરકારે 2027 – 28 સુધીના સાત વર્ષના સમયગાળા માટે 4,445 કરોડ રૂપિયાના ખર્ચ સાથે તમિલનાડુ ( વિરુદ્ધનગર ) , તેલંગાણા ( વારંગલ ) , ગુજરાત ( નવસારી ) , કર્ણાટક ( કલબુર્ગી ), મધ્યપ્રદેશ ( ધાર ), ઉત્તરપ્રદેશ ( લખનૌ ) અને મહારાષ્ટ્ર ( અમરાવતી ) એમ સાત સ્થળોએ પીએમ મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજિયન્સ એન્ડ એપેરલ ( પીએમ મિત્રા ) પાર્ક સ્થાપવાનું અંતિમ સ્વરૂપ આપ્યું છે.પીએમ મિત્રા યોજનાનો ઉદ્દેશ્ય 70,000 કરોડ રૂપિયાનું રોકાણ આકર્ષવાનો અને લગભગ 20 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન કરવાનો છે.​​​​​​

સુરતનાં ઉદ્યોગકારો દ્વારા 600 એકર ફાળવણી પાત્ર જમીન સામે 6 ગણી માંગ કરી હતી
‘નવસારીના વાંસીબોરસીમાં 1141 એકરમાં બનશે PM મિત્ર મેગા ટેક્સટાઇલ પાર્ક, સ્પિનિંગથી લઇને મેન્યુફેક્ચરિંગ અને વેચાણ બધુ એકજ સ્થળે થશે’ ‘વાંસી બોરસી પાર્ક માટે ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન(GIDC)ના નિમંત્રણને સુરતના ઉદ્યોગકારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે.વિવિંગથી પ્રોસેસિંગ સુધીના ઉદ્યોગોએ છ ગણી જમીનની માંગ કરી છે. પાર્કના કુલ ફાળવણીપાત્ર વિસ્તાર સામે GIDCને છ ગણી માંગ મળી છે. એટલે કે હાલ લગભગ 600 એકર ફાળવણીપાત્ર વિસ્તાર સામે 3600 એકર જમીનની માંગણી કરતી પ્રપોઝલ મળી છે. નોંધનીય છે કે, કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ રાજ્ય સરકાર દ્વારા GIDCને ટોકન દરે પાર્ક માટે જમીન ફાળવવામાં આવી છે.

Most Popular

To Top