નવસારી: (Navsari) નવસારીમાં છેલ્લા ઘણા સમયથી નવસારીમાં ધ્રુજાવનારી ઠંડી (Winter) પડી રહી છે. આજે લઘુત્તમ તાપમાન (Temperature) સાડા ચાર ડિગ્રી ગગડતા કાતિલ ઠંડી પડી હતી. જ્યારે આ વર્ષનો સિઝનનો સૌથી ઠંડો (Cold) દિવસ નોંધાયો હતો. જ્યારે વલસાડમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી નોંધાયું હતું. નવસારીમાં ગત 12મી નવેમ્બરે લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું હતું. જેથી સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. જ્યારે ત્યારબાદ 26મી નવેમ્બરે પણ લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું હતું. તેમજ ગત 2જી ડિસેમ્બરે 13.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. જેથી નવસારીમાં ચાલુ વર્ષે 13.5 ડિગ્રી સાથે સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. નવસારી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી કરતા ઓછું નોંધાઈ રહ્યું છે. જેથી જિલ્લામાં ધ્રુજાવનારી ઠંડી પડી રહી હતી.
- નવસારીમાં લઘુત્તમ તાપમાન 8.5 ડિગ્રી નોંધાતા કાતિલ ઠંડી
- લઘુત્તમ તાપમાન 4.5 ડિગ્રી ગગડતા આ વર્ષનો સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો, વલસાડમાં 14 ડિગ્રી
ગત 13મીએ નવસારીમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું. ત્યારબાદથી લઘુત્તમ તાપમાન ગગડીને 15 ડિગ્રી કરતા ઓછું નોંધાઈ રહ્યું હતું. જેથી જિલ્લામાં ધ્રુજાવનારી ઠંડી પડી રહી હતી. જોકે આજે લઘુત્તમ તાપમાન સાડા ચાર ડિગ્રી ગગડ્યું હતું. જેથી આજે જિલ્લામાં કાતિલ ઠંડી પડી હતી. આજે મંગળવારે લઘુત્તમ તાપમાન 4.5 ડિગ્રી ગગડતા 8.5 ડિગ્રી નોંધાતા સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. જ્યારે મહત્તમ તાપમાન અડધો ડિગ્રી વધતા 30 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 99 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 45 ટકા જેટલું રહ્યું હતું. આજે દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ દિશાએથી 3.9 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.
- છેલ્લા ઘણા વર્ષોમાં નોંધાયેલા સૌથી ઓછા તાપમાનના આંકડા
- વર્ષ લઘુત્તમ તાપમાન ડિગ્રીમાં
- 1996 11.5
- 2007 11.5
- 2009 10.5
- 2014 7.5
- 2015 8
- 2017 8.5
- 2018 4.5
- 2021 (હમણાં સુધી) 8.5