Dakshin Gujarat

નવસારીમાં નશાબાજ NRI કારચાલકે બે કાર અને ત્રણ બાઈકને અડફેટે લીધાં

નવસારી: (Navsari) નવસારીમાં દારૂના નશામાં NRI એ બે કાર (Car) અને ત્રણ બાઈકને (Bike) ટક્કર મારી હતી. NRIની કારમાંથી બીયરના ખાલી ટીન મળી આવ્યા હતા. જો કે મોડી રાતનો સમય હોવાથી તે સમયે કોઈ બહાર ન હોવાથી જાનહાની થઈ ન હતી.

  • નવસારીમાં નશાબાજ NRI કારચાલકે બે કાર અને ત્રણ બાઈકને અડફેટે લીધાં
  • મધરાતે બે વાગ્યે ધડાકાભેર અકસ્માતથી લોકોના ટોળાં ઉમટ્યાં, કારમાંથી બિયરનું ટિન મળી આવ્યું
  • મોડી રાત્રીની ઘટના હોવાથી ઈજા, જાનહાનિ ટળ્યાં

અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર એક કાર ચાલકે કાર બેફામ-પુરઝડપે ચલાવી 9 લોકોના જીવ લીધા હતા. ત્યારબાદથી ગુજરાત ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમ ભંગ કરનારાઓ સામે લાલ આંખ કરી એક ડ્રાઈવ ચલાવી હતી. જેમાં રાજ્યના તમામ જીલ્લાની ટ્રાફિક પોલીસે જીવલેણ અકસ્માતો અટકાવવા માટે ટ્રાફિક નિયમ ભંગ કરનારા સામે કાયદેસરના પગલા ભર્યા હતા. પરંતુ તે છતાં પણ વાહન ચાલકો સુધરતા નથી. છેલ્લા થોડા દિવસોથી નવસારીમાં બેફામ-પુરઝડપે, હાથ છોડી વાહન ચલાવનારાઓના વિડીયો વાઈરલ થતા પોલીસે તેઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. છતાં પણ વાહન ચલાવનારાઓને પોલીસનો કોઈ ડર રહ્યો જ નથી.

ગત મોડી રાત્રે નવસારીમાં એક NRI યુવાને દારૂના નશામાં ધુત થઈને કાર ચલાવતા પાર્ક કરેલી બે કાર અને ત્રણ બાઈકને ટક્કર મારી હતી. અકસ્માત ખત્રીવાડ નજીક રાત્રે લગભગ બે વાગ્યાના સુમારે થયો હતો. ધડાકાભેર અકસ્માત થતા સ્થાનિકોનું ટોળું જમા થઈ ગયું હતું. NRIની કારમાંથી બિયરનું ખાલી ટીન મળી આવ્યું હતું. આ બાબતે સ્થાનિકોએ નવસારી ટાઉન પોલીસ મથકે જાણ કરતા પોલીસે NRI નિશાન ઝવેરી (ઉ.વ. 23) નામના ઇસમની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. જો કે આ અકસ્માત દરમિયાન રસ્તા પર કોઈ ન હોવાથી જાનહાની થઈ ન હતી.

સાપુતારા વધઈ રોડ પર સાકરપાતળ નજીક ટેમ્પોમાં આગ, દાડમ-સીતાફળ ભુંજાઈ ગયા
સાપુતારા: સાપુતારા વધઈ રોડ પર સાકરપાતળ નજીક એક ટેમ્પોમાં અચાનક આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગને પગલે ટેમ્પોમાં રાખેલ ફળફળાદિને જંગી નુક્સાન થયાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મહારાષ્ટ્રનાં નાસિક તરફથી દાડમ અને સીતાફળનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ આઈસર ટેમ્પોમાં સાપુતારાથી વઘઇને જોડતા આંતરરાજય ધોરીમાર્ગનાં સાકરપાતળ નજીક ટાયર ગરમ થઇ જતા એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના સ્થળ પર આઈસર ટેમ્પામાંથી ધુમાડાનાં ગોટે ગોટા ઉઠ્યા હતા. અહી આઈસર ટેમ્પો સહીત ફળફળાદીનાં જથ્થાને આગનાં કારણે જંગી નુકસાન થયું હતું. વઘઇ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top