નવસારી: (Navsari) ગણદેવીની સગીરાનું અપહરણ (Kidnapping) કરી 1 કરોડ રૂપિયાની ખંડણી માંગતા ચકચાર મચી જવા પામી છે. અપહરણકર્તાએ સગીરાના પિતાને વોટ્સએપ (Whats app) પર ફોન કરી 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. જેથી પોલીસે અપહરણકર્તાની તપાસ હાથ ધરી છે.
- ગણેદવીની સગીરાનું અપહરણ કરી 1 કરોડ રૂપિયાની ખંડણી માંગતા ચકચાર
- સગીરાના પિતાને વોટ્સએપ પર ફોન ખંડણી માંગતા તપાસ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને સોંપવામાં આવી
મળતી માહિતી મુજબ, ગણદેવી તાલુકાની એક સગીરાનું સમીર પઠાણ નામનો યુવાન અપહરણ કરી લઇ ગયો હતો. જેથી પરિવારજનોએ સગીરાની આજુબાજુના વિસ્તારમાં તેમજ સગા સબંધીઓને ત્યાં તપાસ કરી હતી. પરંતુ સગીરાનો કોઈ પત્તો લાગ્યો હતો. દરમિયાન અપહરણકર્તાએ સગીરાના પિતાને વોટ્સએપ પર ફોન કરી 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. જેથી સગીરાના પરિવારજનો ગભરાઈ ગયા હતા. આ બાબતે સગીરાના પિતાએ ગણદેવી પોલીસ મથકે સમીર પઠાણ નામના યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જોકે આ ઘટના અંગેની તપાસ નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને સોંપવામાં આવી છે. જેથી પોલીસે વોટ્સએપ પર આવેલા ફોન પરથી તપાસ હાથ ધરી છે.
ડાંગ જિલ્લાનાં વઘઇનાં ગીરાધોધ ફાટક પાસે પિકઅપ ચાલકે અડફેટે લેતા બાઈક સવારને ઈજા
સાપુતારા : ડાંગ જિલ્લાનાં વઘઇનાં ગીરાધોધ ફાટક પાસે પિકઅપ ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક સવારને ઈજા પહોચી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર વઘઈ – સાપુતારા રોડ પર ગીરાધોધ ફાટક પાસેથી રાજેશભાઈ પોતાની કબજાની મોટરસાયકલ GJ-30-C-3175 પર સવાર થઈ દગડપાડા જઈ રહ્યા હતા. તે વેળાએ ટામેટા ભરેલી પીકઅપ નંબર GJ-26-7-8259 ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઇડમાં ગાડી હંકારી લાવી, મોટર સાયકલને અડફેટમાં લીધી હતી. અકસ્માતમાં મોટર સાયકલ ચાલક રાજેશભાઈને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જોકે પીક અપ ચાલક નાસી છૂટ્યો હતો. મોટર સાયકલ ચાલકને ઇજાઓ પહોંચતા, વઘઈ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વાંસદા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં આ બનાવ સંદર્ભે વઘઈ પોલીસે અકસ્માત અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.