નવસારી: (Navsari) જમીન સંપાદનની (Land acquisition) કાર્યવાહી કર્યા વિના અને વળતર ચૂકવવાનું નક્કી કર્યા વિના નવસારી-સુપા-બારડોલી રોડ ચાર માર્ગીય કરતા સુપા ગામના અસરગ્રસ્ત ખેડૂતે નવસારી જિલ્લા કલેક્ટરને (District Collector) લેખિતમાં ફરિયાદ કરી છે.
- નવસારી-સુપા-બારડોલી રોડ ચાર માર્ગીય કરતા અસરગ્રસ્ત ખેડૂતની જિલ્લા કલેક્ટરને રાવ
- જમીન સંપાદનની કાર્યવાહી વિના અને વળતર નક્કી કર્યા વિના રોડનું કામ શરૂ કરી દેવાયું
સુપા ગામના અસરગ્રસ્ત ખેડૂત ગીરીશભાઈ દેસાઈએ જિલ્લા કલેક્ટરને કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે, નવસારી-સુપા-બારડોલી રોડનું નવસારી જિલ્લા માર્ગ અને મકાન કચેરી દ્વારા ગુજરાત સરકારના માર્ગ અને મકાન કચેરી દ્વારા મકાન વિભાગ ઠરાવ ક્રમાંક-પરચ/27021/1202/સી સચિવાલય, ગાંધીનગર તા. 15/03/2022 ના ઠરાવ મુજબ નવસારી-સુપા-બારડોલી રોડ કિ.મી. 20/2 થી 33/10 (સે.કિ.મી. 22/00 થી 33/100) 10 મીટરમાંથી ચારમાર્ગીય, સ્ટ્રક્ચર તથા યુટીલીટી સિફ્ટીંગનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે. જે અંગે અમારી જાણ અને સમજ મુજબ ફોર લેન રોડની પહોળાઈ 7 મીટર+7 મીટર+1.50 મીટર વચ્ચેનો ભાગ + 20 મીટર (બંને બાજુ 1+1 મીટર) સાઈડ સોલ્ડરીંગ + 20 મીટર (બંને બાજુ 1+1 મીટર) ગટર = કુલ પહોળાઈ 19.50 મીટર : હાલ પહોળાઈ 10 મીટર છે. માટે બંને બાજુએ 4.75 મીટર = 9.50 મીટર વધારવી જમીન જોઈએ.
આમ બંને બાજુ ગટર અને સાઈડ સોલ્ડરીંગ અને વચ્ચે ડિવાઈડર વગેરે ગણતા, રોડના હાલના મધ્ય કેન્દ્રથી બંને બાજુ કુલ 9.75 મીટર પહોળાઈ થાય છે. બંને બાજુ ગટર નહીં બનાવવામાં આવે તો હજુ પણ જગ્યા બચે એમ છે. હાલમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા દરેક મિલકત ધારકોને રસ્તાના મધ્ય બિંદુથી બંને તરફ 12-12 મીટર કોઇપણ જાતના જમીન સંપાદનની કાર્યવાહી કર્યા વગર અને વળતર ચૂકવવાનું નક્કી કર્યા વગર ગેરકાયદેસર રીતે જોહુકમીથી બળજબરી પૂર્વક કબજો કરીને એના ઉપર રસ્તો બનાવી દેવા માંગે છે.
નવસારીના સરઈની સાઈટ પર પાલખ પરથી નીચે પડી જતા કામદારનું મોત
નવસારી : સરઈ ગામની સાઈટ પર પાલખ પરથી નીચે પડી જતા એમ.પી.ના કામદારનું મોત નીપજ્યાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, મૂળ એમ.પી.ના અલીરાજપુર સતલા તાલુકાના સિલોટા ગામે રોડ ફળીયામાં અને હાલ નવસારી તાલુકાના સરઈ ગામે ગુર્હ્મ હેરીટેજ ડેવલોપર્સ ભરતભાઈ રામસિંગ પટેલ (ઉ.વ. 35) રહેતા હતા. અને ગુર્હ્મ હેરીટેજ ડેવલોપર્સ સાઈટ પર કામ કરી તેમનું ગુજરાન ચલાવતા હતા. ગત 19મીએ ભરતભાઈ સાઈટ પર પાલખ પર ચઢીને કામ કરી રહ્યા હતા. દરમિયાન પાલખ પરથી આશરે 15 ફૂટ ઉપરથી જમીન પર પટકાયા હતા. જેના કારણે માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ તાત્કાલિક સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન ભરતભાઈનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે રીતેશભાઈ પટેલે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. પી.એચ. કછવાહાએ હાથ ધરી છે.