નવસારી : નવસારીમાં (Navsari) લઘુત્તમ તાપમાન આજે 8.8 ડિગ્રી ગગડતા 12.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન અડધો ડિગ્રી ગગડતા 31 ડિગ્રી નોંધાતા ઠંડીમાં વધારો (Increase Cold) થયો હતો. નવસારીમાં ગત 21મી નવેમ્બરે લઘુત્તમ તાપમાન (Minimum Temperature) 12.5 ડિગ્રી નોંધાયું હતું. ત્યારબાદ લઘુત્તમ તાપમાન વધ્યું હતું. ફરી ગત 28મી નવેમ્બરે લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું. ત્યારબાદ ફરી લઘુત્તમ તાપમાનમાં વધારો થયો હતો. જોકે ગત 3જી ડિસેમ્બરે લઘુત્તમ તાપમાન 14.5 ડિગ્રી નોંધાયા બાદ ફરી લઘુત્તમ તાપમાનમાં વધીને 21 ડિગ્રીએ પહોંચ્યું હતું. જેથી નવસારીમાં ઠંડીને બદલે ગરમી અનુભવાઇ હતી.
- નવસારીમાં લઘુત્તમ તાપમાન 8.8 ડિગ્રી ગગડી 12.2 ડિગ્રી નોંધાયું
- જ્યારે મહત્તમ તાપમાન અડધો ડિગ્રી ગગડતા 31 ડિગ્રી નોંધાયુ
- શુક્રવારે લઘુત્તમ તાપમાનમાં ધરખમ ઘટાડો નોંધાયો હતો
નવસારીમાં આજે ઠંડી વધી હતી:મહત્તમ તાપમાનમાં અડધો ડિગ્રીનો ઘટાડો નોંધા
ગતરોજ લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી નોંધાયું હતું. જોકે આજે શુક્રવારે લઘુત્તમ તાપમાનમાં ધરખમ ઘટાડો નોંધાયો હતો. જ્યારે મહત્તમ તાપમાનમાં અડધો ડિગ્રીનો ઘટાડો નોંધાતા નવસારીમાં આજે ઠંડી વધી હતી.શુક્રવારે લઘુત્તમ તાપમાન 8.8 ડિગ્રી ગગડીને 12.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 0.5 ડિગ્રી ગગડતા 31 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 93 ટકા હતું. જે બપોરબાદ ભેજનું પ્રમાણ ઘટીને 32 ટકા જેટલું નીચું રહ્યું હતું. જ્યારે દિવસ દરમિયાન 6.6 ડિગ્રી નોંધાયું હતું.
દક્ષિણ ભારતમાં મંડુસ વાવાઝોડું ત્રાટકે તેવો ભય ઉભો થયો
દક્ષિણ ભારતમાં મંડુસ વાવાઝોડું ત્રાટકે તેવો ભય ઉભો થયો છે. આવતીકાલે શનિવારે વાવાઝોડું ત્રાટકે તે પહેલાં જ ચેન્નાઈના દરિયામાં અસર વર્તાવા માંડી છે. ચેન્નાઈના દરિયા કિનારે મોજા ઉછળવા માંડ્યા છે. ચેન્નાઈના મરીના બીચ પર નવા બનાવાયેલા લાકડાના રેમ્પ પર પાણી ફરી વળ્યું છે. અહીં 1.15 કરોડના ખર્ચે તૈયાર થયેલો લાકડાનો રેમ્પ હજુ ગયા અઠવાડિયે જ ખુલ્લો મુકાયો હતો.
વાતાવરણમાં પલટો આવતાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત
દક્ષિણ ભારતમાં ભારે વરસાદ અને ચક્રવાતી તોફાન ‘મંડુસ’ની આગાહીના આધારે, 9મી ડિસેમ્બર 2022ના રોજ ચેન્નાઈ, કુડ્ડલોર, વિલ્લુપુરમ, કાંચીપુરમમાં તમામ શાળાઓ અને કોલેજોને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ શહેરોમાં છેલ્લા કેટલાય દિવસોથી વાતાવરણમાં પલટો આવતાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.