નવસારી: (Navsari) નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલી દાંડી (Dandi) ગામ મીઠાના સત્યાગ્રહ (Satyagraha of salt) નિશાની છે. જ્યાં દાંડી સ્મારક બનાવવામાં આવ્યુ હતુ. જેથી ત્યાં દેશના ખુણે-ખુણેથી તેમજ વિદેશથી ગાંધી પ્રેમીઓ દાંડી સ્મારકની મુલાકાત લેવા આવી રહ્યા હતા. પરંતુ કોરોના મહામારીને પગલે દાંડી સ્મારક તેમજ દરિયા કિનારો પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો હતો. જોકે હાલ કોરોનાના કાબુમાં આવ્યો છે ત્યારે ફરી દાંડી સ્મારક પ્રવાસીઓ (tourist) માટે ખુલ્લુ કરવામાં આવ્યું છે. જેથી રજાના દિવસે 1500થી વધારે પ્રવાસીઓએ સુરક્ષા અને સલામતી સાથે મુલાકાત લીધી હતી.
- કોરોના મહામારીને પગલે દાંડી સ્મારક તેમજ દરિયા કિનારો પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો હતો
- દાંડી સ્મારક ખુલ્લુ કરવામાં આવતા પહેલા દિવસે 1500થી વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી
રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક દાંડીમાં રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. હાલમાં આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષ વાવેતર અન ઉછેરવાની પ્રેરણા તથા પ્રતિજ્ઞા સાથે સ્મારકના સેવક-સેવિકાઓ દ્વારા કરવામાં આવી હતી. બીલીમોરાના સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી, જે.એમ.અને કે.જે. મહેતા પબ્લિક ટ્રસ્ટના સ્થાપક પ્રદિપભાઇ દ્વારા સ્મારક ખાતે દેશભક્તિ અને ગાંધીજીના પ્રિય ભજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારકમાં આવેલા 24 ભીંતચિત્રો તાજેતરમાં લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી સાંજે અંધારૂ થતા પણ સારી રીતે જોઇ શકાશે. કોરોના મહામારીની અસર ઓછી થતા પ્રવાસનના સ્થળોએ મુલાકાતીઓમાં વધારો થઇ રહ્યો છે. સ્મારક દર મંગળવારે બંધ રહેશે. જ્યારે બાકીના દિવસોમાં સલામતી અને સુરક્ષા સાથે સવારે 9:30 થી સાંજે 6 વાગ્યે સુધી પ્રવેશ અને 7 વાગ્યે બંધ થશે.