Dakshin Gujarat

નવસારી-કસ્બા રોડ પર કારે બાઇકને ટક્કર મારી,બાઇક સામેથી આવતી અન્ય બાઇક સાથે અથડાતા એકનું મોત

નવસારી : નવસારી-કસ્બા રોડ (Road) પર કારે (Car) બાઇકને પાછળથી ટક્કર મારતા બાઇક (Bike) સામેથી આવતી અન્ય બાઇક સાથે અથડાતા (Accident) એકનું મોત (Death) નીપજ્યું છે. જ્યારે અન્ય બેને ઇજા થઇ હતી. આમરી ગામે તળાવ ફળિયામાં વિશાલ રાજુભાઇ રાઠોડ (ઉ.વ. 22) તેના બે ભાઈઓ સાથે રહેતો હતો. રાજુના પિતાનું 4 વર્ષ પહેલાં જ ટી.બી. ના કારણે મૃત્યુ પામ્યા હતા. જ્યારે 2 વર્ષ પહેલાં તેની માતાનું પણ મોત નીપજ્યું હતું.

વિશાલ નવસારી ઝવેરી સડક પર આવેલી શ્રીનાથજી પેઇન્ટસની દુકાનમાં કામ કરી તેના ઘરનું ગુજરાન ચલાવતો હતો. ગત 18મીએ વિશાલ તેના મિત્ર અજય કિરણભાઈ રાઠોડ સાથે બાઇક પર કસ્બાથી નવસારી આવી રહ્યો હતો. ત્યારે નવસારી-કસ્બા રોડ પર ઓપેરા હોમ્સની સામેથી પસાર થતા હતા ત્યારે પાછળથી એક અજાણ્યા કાર ચાલકે વિશાલની બાઇકને ટક્કર મારી હતી. જેથી વિશાલની બાઇક સામેથી આવતી બાઇક સાથે અથડાઇ હતી. જેથી વિશાલ, અર્જુન અને સામેથી આવતી બાઇકના ચાલક ઇસ્માઇલ સોકેટ હાફેજીને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ ઇસ્માઇલને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યારે વિશાલ અને અર્જુનને પરિવારજનોએ નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોકટરે વિશાલને ચકાસીને મૃત જાહેર કર્યો હતો. જ્યારે અર્જુનની સારવાર ચાલી રહી છે. આ બનાવ અંગે મૃતકના મોટા પપ્પા ધીરૂભાઇએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. ડી.ડી. રાવલે હાથ ધરી છે.

પારડીના પોણિયામાં વીજવાયર પાણીમાં પડતા બળદનું કરંટથી મોત
પારડી : પારડી પાણિયા રોડ સ્થિત જીઇબીનો વાયર નીચે પાણીમાં પડતા બળદને કરંટ લાગવાથી મૃત્યુ પામ્યો હતો. પારડીમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેને લઈ પાણીનો ભરાવો પણ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ગતરોજ સાંજે જીઈબીના થાંભલા ઉપરથી વાયર નીચે પડ્યો હતો. તે દરમ્યાન પશુઓ ચરવા માટે આવતા પાણીમાં અર્થીંગ થતાં બળદને કરંટ લાગતા મૃત્યુ પામ્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે જીબીના થાંભલા ઉપરના વાયરો જુના અને નીચા થઈ ગયા છે જેને લઇ વરસાદી માહોલમાં જીવનું જોખમ રહે છે. તેમજ અર્થીંગના વાયરોમાં પ્લાસ્ટિકના પાઇપ લગાવવામાં આવે જેથી આવી ઘટના ફરી ન બને તેવી માંગ કરી હતી.

Most Popular

To Top