નવસારી, ખેરગામ: (Navsari) નવસારીના 6 પ્રોહી. લિસ્ટેડ બુટલેગરો (Bootlegger) અને 2 માથાભારે ઈસમોની પાસા હેઠળ નવસારી એલ.સી.બી. પોલીસે (LCB Police) ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાયે ગુજરાત રાજ્યમાં નશાબંધી ધારો અમલમાં હોય આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 (Election 2022) અનુસંધાને આદર્શ આચાર સંહિતાની અમલવારી થાય તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મુક્ત વાતાવરણમાં યોજાય તે માટે પ્રોહી લિસ્ટેડ બુટલેગરો થતા દારૂની (Alcohol) હેરફેર તથા વેચાણની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમોને પકડી ઈસમો વિરૂદ્ધ અસરકારક કામગીરી કરી પાસા દરખાસ્ત તૈયાર કરવા માટે નવસારી જિલ્લાના (Navsari District) તમામ થાણા અમલદારોને સુચના તથા માર્ગદર્શન આપ્યું હતું.
- નવસારીના 6 બુટલેગર અને 2 માથાભારે ઈસમની પાસા હેઠળ ધરપકડ
- આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણીને પગલે પોલીસની કાર્યવાહી
- નવસારી એલ.સી.બી. પોલીસે 6 આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી
- પોલીસે આરોપીઓને રાજ્યની અમદાવાદ, રાજકોટ, સુરત સહિત જુદી-જુદી જેલમા મોકલી આપ્યા
જે અન્વયે નવસારી ટાઉન, નવસારી ગ્રામ્ય પોલીસ અને વિજલપોર પોલીસ મથક વિસ્તારમાં પ્રોહી. લિસ્ટેડ બુટલેગરો તરીકે જાહેર થયેલા તથા પ્રોહીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપીઓ વિરૂદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટને મોકલી આપી હતી. જે પાસા દરખાસ્ત અનુસંધાને કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટે આરોપીઓ વિરૂદ્ધ પાસા વોરંટ ઈશ્યુ કરતા નવસારી એલ.સી.બી. પોલીસે 6 આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે.
જેમાં વિજલપોર ગૌતમનગર પાસે સંજયભાઈ કિશનભાઈ ગુટ્ટેને અમદાવાદ જેલ, નવસારી નેહરૂનગર જૂની પાણીની ટાંકી પાસે અબ્દુલરહીમ અબ્દુલરજાક શેખ રાજકોટ મધ્યસ્થ જેલ, વિજલપોર અલકાપુરી સોસાયટીમાં રહેતા સચીનભાઈ સુરેશભાઈ શિરસાટને રાજકોટ મધ્યસ્થ જેલ, નવસારી ધારાગીરી નવું ફળીયામાં રહેતા કુલદીપ ઉર્ફે કલ્લુ નરેન્દ્રભાઈ રાજપૂતને અમદાવાદ મધ્યસ્થ જેલ, નવસારી ભેસતખાડા પુરવાડ રોહિતવાસમાં રહેતી જાગૃતિ જયંતીભાઈ ગોવિંદભાઈ સોલંકી અને નવસારી કાગદીવાડમાં રહેતી શાંતાબેન રાજુભાઈ પરસોત્તમભાઈ હળપતિને સુરત-લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યા છે.
જ્યારે ખેરગામ પોલીસ મથકે મારામારીના 2 ગુનામાં ખેરગામ તાલુકામાં કુંભારવાડમાં રહેતા સદ્દામ નિઝામ નુરમહમદ શેખને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે અને ખેરગામ પોલીસ મથકમાં નોંધાયેલા 4 ગુનામાં નિગમ નિઝામ નુરમહમદ શેખને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.