નવસારી: (Navsari) દર વર્ષે વિદેશથી પક્ષીઓ (Exotic Birds) ભારતમાં (India) આવીને વસે છે. નવસારી સહિત સમગ્ર રાજ્યના જળપલ્લવિત વિસ્તારમાં વન વિભાગ દ્વારા પક્ષી ગણતરીનું આયોજન કરાયેલું છે. જેને બે તબક્કામાં આયોજન કરવામાં આવ્યું છે. નવસારીમાં કુલ 12 જેટલા વિસ્તારમાં ઓળખ કરી જે તે વિસ્તારની અંદર પ્રથમ તબકકાની પક્ષી ગણતરી હાથ ધરવામાં આવી હતી.
- નવસારી જિલ્લામાં 166 જેટલા વિદેશી પક્ષીઓ વેકેશન માણવા આવ્યા
- પક્ષી ગણતરીમાં એક સાથે 16 સારસ ક્રેન, રાખોડી કારચીયા, બાહ્મણી બતક, સળીપુંછ ગારાખોદ, પરદેશી સંસાગર, ગુલાબી ચકલી જોવા મળ્યા
જે અંતર્ગત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તથા કોલેજ ઓફ ફોરેસ્ટ્રીના વિદ્યાર્થી અને NGO દ્વારા મળીને કુલ 130 જેટલા લોકોએ ભાગ લીધો હતો. જેમાં કુલ 166 જેટલી પક્ષીની પ્રજાતિ તથા આશરે 8000 આસપાસ પક્ષી જોવા મળ્યા હતા. નવસારી જિલ્લા નાયબ વન સંરક્ષક ભાવના દેસાઈ દ્વારા પોઇન્ટ પર વિઝિટ કરી ગણતરીકારોનો ઉત્સાહ વધાર્યો હતો.
પક્ષી ગણતરી દરિમયાન એક સાથે 16 જેટલા સારસ ક્રેન જોવા મળ્યા જે નોંધનીય બાબત છે. પ્રથમ તબક્કા હાઈલાઇટેડ પક્ષીઓ અંદર કાળો શાહીન સૌથી ઝડપી પક્ષી, 15 જેટલા સારસ ક્રેન, રાખોડી કારચીયા, બાહ્મણી બતક, સળીપુંછ ગારાખોદ, પરદેશી સંસાગર, ગુલાબી ચકલી સમાવેશ થયો હતો.