નવસારી: (Navsari) ઘેલખડીનો યુવાન સચિનની હોસ્પિટલના (Hospital) ગેટ પર બાઈક (Bike) પરથી ઢળી પડતા સારવાર દરમિયાન મોત નીપજ્યાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે.
- સચિનની હોસ્પિટલના ગેટ પર બાઈક પરથી જ યુવાન ઢળી પડ્યો
- ઘેલખડીનો યુવાન ઢળી પડ્યા બાદ હોસ્પિટલમાં ખસેડતા પલ્સ ઓછા થઈ જતા મોતને ભેટ્યો
મળતી માહિતી મુજબ, નવસારી ઘેલખડી મુલાનંદ નગર પાસે માધવપાર્કમાં દિવ્યાંગ ગણપતભાઈ ટંડેલ (ઉ.વ. 28) તેમના પરિવાર સાથે રહેતો હતો. ગત 18મીએ દિવ્યાંગ સચિન પોસ્ટ ઓફીસ નજીક મુક્તિનગર ખાતે આવેલી એ ટુ ઝેડ હોસ્પિટલના ગેટ બહાર બાઈક પર બેઠો હતો. દરમિયાન દિવ્યાંગ બાઈક પરથી ઢળી પડતા સ્થળ પર હાજર લોકોએ તેમને એ ટુ ઝેડ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં સર્વર દરમિયાન તેના પલ્સ ઓછા થઈ જતા પરિવારજનોએ તેને વધુ સારવાર માટે નવસારીની ખાનગી હોસ્પિટલમાં રીફર કર્યો હતો. પરંતુ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેને ચકાસીને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે શાહિલ પટેલે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હે.કો. ઘનશ્યામસિંહને સોંપી છે.