નવસારી : (Navsar) નવસારીમાં વિચિત્ર ઘટના બની છે. અહીં એક એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાથી તેના પાડોશીઓ પરેશાન છે. અવારનવાર કોઈકના કોઈક મુદ્દે આ મહિલા પાડોશીઓ સાથે ઝઘડો કરતી હોય છે. એપાર્ટમેન્ટના નિયમોનું પાલન કરવાના બદલે પોતાની મનમાની ચલાવતી હોય છે, તેથી પાડોશીઓ કંટાળી ગયા છે. દરમિયાન પાડોશીઓ તે મહિલા સાથે પાર્કિંગના મુદ્દે ચર્ચા કરવા ગયા ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈ ચોંકી ઉઠ્યા હતા. મહિલાના દરવાજે પહોંચેલા પાડોશીઓના પગ ત્યાં જ જકડાઈ ગયા હતા. વાત એમ હતી કે મહિલાના ઘરનો ડોરબેલ વગાડ્યો ત્યારે તેના ઘરમાંથી એક પોલીસ અધિકારી કઢંગી હાલતમાં બહાર આવ્યો હતો. રાતના સમયે પોલીસ અધિકારીને મહિલાના ઘરમાં આવી હાલતમાં જોઈ પાડોશીઓ અવાક થઈ ગયા હતા. ત્યાર બાદ પોલીસ અધિકારીને તે મહિલાની કરતૂત વિશે જણાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ તે અધિકારી જતો રહ્યો હતો. આથી પાડોશીઓએ હોબાળો મચાવ્યો હતો અને મહિલા વિરુદ્ધની ફરિયાદમાં પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરે તેવી શંકા વ્યક્ત કરી હતી.
તીઘરા ખાતે આવેલા એક એપોર્ટમેન્ટમાં (Apartment) રહેતી એક મહિલા (Woman) ત્યાંના રહીશોને હેરાન કરતી રહી છે, તેની સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. ગઇકાલે પણ ફરી વિવાદ (Controversy) થયો, ત્યારે રહીશો મહિલાને મળવા ગયા, ત્યારે એ મહિલાના ઘરમાંથી એક પોલીસ અધિકારી (Police Officer) બહાર નીકળતાં લોકોને પોલીસ યોગ્ય તપાસ કરશે કે કેમ એ અંગે આશંકા જાગી છે.
આ એપાર્ટમેન્ટના એક રહીશે નવસારી ટાઉન પોલીસને કરેલી લેખિત રજુઆત મુજબ તેમના એપાર્ટમેન્ટમાં રહેતી એક મહિલા ત્યાંના રહીશો સાથે કોઇ પણ રીતે ઝઘડતી રહે છે, તેને કારણે એપાર્ટમેન્ટમાં રહેતા લોકોની સુખ શાંતિ છીનવાઇ ગયા છે. બુધવારે રાત્રે પણ ગાડી ખસેડવા મામલે વિવાદ ઊભો થતાં આઇ વિંગના રહીશોએ મહિલાને મંત્રણા માટે ગયા હતા, ત્યારે એ ઘરમાંથી એક પોલીસ અધિકારી કઢંગી હાલતમાં બહાર નીકળ્યા હતા.
રાત્રે પોલીસ અધિકારી શું કરતા હતા ?
એકત્ર થયેલા રહીશોએ પોલીસ અધિકારીને મહિલાનું સ્કુટર દેખાડવા લઇ ગયા હતા. એ દરમ્યાન તેઓ કોઇની સાથે સ્કુટર પર ઘટનાસ્થળેથી ભાગી છુટ્યા હતા. એ પરથી પોલીસ અધિકારીનો એ મહિલાને પૂરો સહકાર હોય એમ લાગે છે. રાત્રે 9.30 કલાકે પોલીસ અધિકારીએ મહિલાને ત્યાંથી નીકળ્યા હતા, ત્યારે તેમના સહકારને કારણે અમારી ફરિયાદની યોગ્ય તપાસ થાય એમ લાગતું નથી.