વડોદરા: વડોદરા શહેરમાં આશરે 300 વર્ષ પૌરાણિક મંદિર આવેલ કારેલીબાગ બહુચરાજી મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી. મંદિર સવારે 6 થી રાત્રિ ના 10 કલાક સુધી ખુલ્લું રહેશે અને આઠમના દિવસે સવારે 6 થી રાત્રિના 12 કલાક સુધી ખુલ્લુ રહેશે તેમજ મંદિરમાં રાજભોગ આરતીનો સમય 11 કલાકે કરવામાં આવશે અને આવતી કાલે ઘટ સ્થાપનનો સમય સવારે 7.30 કલાકે કરવામાં આવશે આવતીકાલથી નવરાત્રીનો પ્રારંભ થનાર છે ત્યારે મંદિર પ્રશાસન દ્વારા મંદિરમાં આવનાર ભક્તો માટે તમામ સુવિધા કરવામાં આવી છે અને મંદિરને રંગરોગન અને રોશનીથી શણગારવામાં આવ્યું છે. આ મંદિરમાં નવરાત્રિ દરમિયાન હજારો ભગતો માં ના દર્શન કરવાં આવતા હોય છે એ ભગતોને મુશ્કેલીઓ ન પડે તે માટે તમામ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે. બહુચરમાં ની માનતા કરતા હોય છે અને જો માનતા પૂર્ણ થાય તો કૂકડાની બાધા કરતા હોય છે. અને ભગતો માં ને નાળિયેર અને ચૂંદડી અર્પણ કરવામાં આવે છે. આવનાર તમામ ભગતોની મનોકામનાઓ પૂર્ણ થાય છે.
આઠમના દિવસે રાત્રિના 12:00 કલાકે મંદિર બંધ કરાશે
દેવ સ્થાન ટ્રસ્ટ સંચાલિત સુપ્રસિદ્ધ પૌરાણિક શ્રી બહુચરાજી મંદિર મંદિરમાં નવરાત્રી નિમિત્તે મંદિરના દ્વાર સવારે 6:00 કલાકે ખોલવામાં આવશે અને રાત્રિના 10:00 કલાકે બંધ કરવામાં આવશે.જ્યારે અષ્ટમી સોમવારના દિવસે હોવાથી તે દિવસે રાત્રિના 12:00 કલાકે મંદિર બંધ કરવામાં આવશે.નવરાત્રી દરમિયાન આરતીનો સમય રાબેતા મુજબ 10:30 થી 11 કલાકે રાજભોગ આરતી થશે અને સાંજે સંધ્યા આરતી સાડા સાત થી આઠની આસપાસ થશે.