Gujarat

બેરોજગારોને ન્યાય અપાવવા યુવરાજસિંહ જાડેજા બનાવશે નવનિર્માણ સેના

અમદાવાદ: ગાંધીનગરમાં પોલીસ સાથે થયેલા ઘર્ષણમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા 11 દિવસ બાદ જેલમાંથી છૂટ્યા, તેમણે અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે , ગુજરાતના લાખો યુવાનો અને તેમના પરીવારનો, તમામ સમાજના આગેવાનો તેમજ સંઘર્ષમાં સાથ આપનારાઓનો ખૂબ ખૂબ આભાર. તેમણે કહ્યું કે સરકારી ભરતી પરીક્ષામાં થનારી ગેરરીતીને અટકાવવા માટે નવનિર્માણ સેના સંગઠનની રચના કરવામાં આવશે જે પરીક્ષા પહેલા થનારી ગેરરીતીની જાણકારી પોલીસ અને સરકારને કરવામાં આવશે.

યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે આ 11 દિવસના જેલવાસ અને ગુજરાતના વિદ્યાર્થીઓના મંતવ્યોથી ગુજરાતના યુવાનોના હક, અધિકારી અને ન્યાય માટે લડવા યુવાનોના નવા સંગઠન યુવા નવનિર્માણ સેના બનાવવાનું આહવાન કરું છું. તેમણે કહ્યું કે હું રાષ્ટ્રના હિતમાં યુવા હિતમાં, બેરોજગાર શિક્ષિત યુવાનોના અધિકાર અને હક માટે કામ કરતો હતો અને કરતો જ રહીશ. વધુમાં તેમણે કહ્યું કે જ્યારે પણ પરીક્ષામાં ગેરરીતી અંગે સવાલો ઉઠાવવામાં આવેે છે ત્યારે તે એક રાજકીય મુદ્દો બની જાય છે. જેથી કોઈ રાજકારણ ન થાય તેના માટે બિનરાજકીય રીતે યુવાનો, વિદ્યાર્થીઓના પ્રશ્નો રજૂ થાય તેના માટે આ સંગઠનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આવનાર સમયમાં પણ યુવાનો, વિદ્યાર્થીઓના પ્રશ્ન અંગે સવાલ ઉઠાવશું
તેમણે કહ્યું કે આવનાર સમયમાં પણ વિદ્યાર્થીઓના પ્રશ્નો અંગે અમે સવાલ કરીશું જેથી સત્તાપક્ષને તકલીફ પડશે. છતાં અમે આંદોલન અને વિરોધ પણ કરીશું. તેમણે કહ્યું કે આવનારી ચૂંટણીમાં તેનો પ્રભાવ પડશે. જો વ્યક્તિગતપણે લાગશે તો આગામી સમયમાં વિદ્યાર્થીઓની વેદનાને વાચા આપવા ચૂંટણી લડવી પડશે તો હું ચોક્કસ લડીશ. તેમણે કહ્યું કે ચૂંટણી લડવાનો મારો વ્યક્તિગત નિર્ણય હશે. કોઈ પક્ષ, પાર્ટી, સંગઠન કે સેનાનો નહિ હોય. તેમણે કહ્યું કે આ અગાઉ ભરતી પ્રક્રિયા મામલે હું મોટો ખુલાસો કરવાનો હતો પરંતુ તે પહેલાં જ મારી ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ આગામી દિવસોમાં હું ચોક્કસ પ્રેસ કોનફરન્સ કરી સરકારી ભરતી ગેરરીતીનો ખુલાસો કરીશ.

નવનિર્માણ સેના સંગઠન અંગે તેમણે જણાવ્યું કે યુવાહિત, રાષ્ટ્રહિત માટે નવા અભિયાન શરૂ કરી રહ્યા છીએ. ગુજરાતમાં યુવાનો બેરોજગાર, શિક્ષિત બેરાજગારોને નોકરી અપવાવાનો તેમજ યુવાનોના હક, અધિકર અને ન્યાય માટે આ સંગઠનની રચના કરવામાં આવી છે. પોલીસ સાથે થયેલા સંઘર્ષનો ખુલાસો આપતા કહ્યું કે અમારો ઈરાદો કોઈને મારવાનો ન હતો, પણ બચાવવાનો હતો. પરંતુ મને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે અને મારી ધરપકડ કરવામાં આવી હતી. જો આ ઘટના અંગે પુરી વાત જાહેર કરવામાં આવે તો સત્ય સામે આવશે.

Most Popular

To Top