ચંદીગઢ: (Chandigadh) કોંગ્રેસના નેતા અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh sidhhu) 10 મહિના પછી પટિયાલા જેલમાંથી (Jail) મુક્ત થયા છે. 59 વર્ષીય સિદ્ધુ 1988ના રોડ રેજ કેસમાં એક વર્ષની જેલની સજા ભોગવી રહ્યા હતા. નવજોત સિદ્ધુએ પટિયાલા જેલમાંથી બહાર આવીને નમન કરીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. લોકોએ ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કર્યું હતું. મોટી સંખ્યામાં તેમના સમર્થકો તેમના સ્વાગત (Welcome) માટે પહોંચ્યા હતા.
રોડ રેજ કેસમાં પંજાબ કોંગ્રેસના ભૂતપૂર્વ વડાએ પટિયાલા કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. આ ઘટનામાં ગુરનામ સિંહ નામના 65 વર્ષના વૃદ્ધનું મોત થયું હતું. જેના પગલે તેમને ગયા વર્ષે 20 મેના રોજ જેલમાં મોકલવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે તેને એક વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. કોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે અપૂરતી સજા આપવા માટે દેખાતી કોઈપણ સહાનુભૂતિ ન્યાય પ્રણાલીને વધુ નુકસાન પહોંચાડશે. આનાથી કાયદાની અસરકારકતામાં અને લોકોના વિશ્વાસ પર વિપરીત અસર પડશે.
કોંગ્રેસ પાર્ટીના નેતા નવજોત સિંહ સિદ્ધુને પટિયાલા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. રોડ રેજ કેસમાં સિદ્ધુને 1 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જણાવી દઈએ કે નવજોત સિંહ સિદ્ધુ છેલ્લા 10 મહિનાથી પટિયાલા જેલમાં સજા કાપી રહ્યા હતા. રોડ રેજ કેસમાં તેમને એક વર્ષની સજા થઈ હતી. પરંતુ આજે તેમની સજા પૂરી થવાના 48 દિવસ પહેલા જ તેમને મુક્ત કરવામાં આવ્યા છે. સિદ્ધુનું સ્વાગત કરવા માટે જેલની બહાર મોટી સંખ્યામાં સિદ્ધુના સમર્થકો ઢોલ સાથે હાજર હતા. સિદ્ધુની મુક્તિની માહિતી શુક્રવારે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા આપવામાં આવી હતી.