કામરેજ: નવીપારડીમાં (Navi Pardi) કરિયાણાની દાવતા પિતા પુત્ર ગ્રાહક (customer) પાસે રૂપીયા લેવાના બાકી હોવાથી ઉધરાણી કરવા જતાં સોસાયટીમાં કરિયાણાની (Groceries) દુકાન ચલાવતા ઈસમે કેમ મારા ગ્રાહકને હેરાન કરો છો તેમ કહિ ઘારીયા અને લોખંડના પાઈપ વડે માર મારવા આવ્યો હતો.મુળ ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે ગરાજીયા રોડના વતની અને હાલ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવીપારડી ખાતે માધવ દર્શન સોસાયટીમાં મકાન નંબર 249 માં રહીને કરીયાણાની દુકાન ચંદુ જકશીભાઈ સોલંકી ચલાવે છે.
1200 રૂપીયા લેવાના હોવાથી રૂપીયા લેવા માટે આવ્યો હતો
દુકાનમાં મોટો પુત્ર ભાવેશ પિતાને મદદ કરે છે. બે દિવસ અગાઉ રાત્રિના દુકાનમાંથી ઉધાર સામાન લઈ જતાં બાપીભાઈની પાસેથી 1200 રૂપીયા લેવાના હોવાથી રૂપીયા લેવા માટે ભાવેશ ગયો હતો.બોપીભાઈ પાસે રૂપીયા લેવા જતાં શુભમ સોસાયટીમાં રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા ભુપત કોળીએ જોતા મારા ગ્રાહક પાસે તુ કેમ આવેલો તેમ કહેતા રૂપીયાની ઉધારાણી કરવા માટે આવ્યો હતો.
ખોલવડની દિનબધુ હોસ્પીટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા
ભાવેશને ત્રણ તમાચા મારી દીધા હતા.જે વાત ઘરે આવીને ભાવેશએ પિતાને કહેતા પિતા પુત્ર ભુપતના ઘરે જઈ ભાવેશને મારવા બાબતે વાતચીત કરતા ફરીવાર એકદમ ઉશ્કેરાઈ જઈ લોખંડના હાથા વાળુ ધારીયુ તેમજ તેમનો પુત્ર લોખંડનો પાઈપ લઈને આવી ભુપત ચંદુને ધારીયુ મારવા જતાં હાથ આડો કરી દેતા હાથમાં લોહી નીકળવા લાગતા બુમા બુમ કરતા સોસાયટીમાં રહેતા પ્રકાશ રૂપસંગ સોલંકી વચ્ચે પડતા ભુપતના પુત્રએ માંથામાં પાઈપ મારી દીધો હતો.સોસાયટીના લોકો વચ્ચે પડતા બન્ને બચાવી ને ખોલવડની દિનબધુ હોસ્પીટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.કામરેજ પોલીસ મથકમાં ચંદુભાઈએ ભુપત અને તેના પુત્ર સામે ફરિયાદ નોંધાવી હતી.