નવસારી : નવસારી ( Navsari) સર્વોદયનગરમાં મંદિર તોડવાનો મુદ્દાએ રાજકીય (Political) સ્વરૂપ લેતા રાષ્ટ્રીય સ્તરે રહ્યો છે. ત્યારે જમીન માલિકોએ(Land owners) તેમનો પક્ષ રજુ કરવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરી સોસાયટીએ (Society)રસ્તાના ઉપયોગ માટે ઠરાવ કર્યો હોવાના પુરાવા (Evidence) રજુ કર્યા હતા. સાથે જ સોસાયટીના આગેવાનો(leaders) એ રસ્તાના મુદ્દાને નેવે મૂકી માત્ર હિંદુ ધર્મની આસ્થાનો ઉપયોગ કરી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાના આક્ષેપો જમીન માલિકના વકીલ દ્વારા કરાયા હતા.
સ્થાનિકોએ વિરોધ કરતા પોલીસે લાઠીનો ઉપયોગ કર્યો
નવસારીમાં સર્વોદયનગરમાં નુડા વિભાગ પોલીસ બંદોબસ્ત સાથે મંદિર તોડવા પહોંચી ગયા હતા. જ્યાં સ્થાનિકોએ વિરોધ કરતા પોલીસે લાઠીનો ઉપયોગ કરતા મહિલા, યુવાનો, વૃદ્ધોને ઈજા થઇ હતી. જેના પગલે લોકો વિરોધ પ્રદર્શન કરી 1000 થી વધુ લોકોએ રાજીનામા ધરી દેતા ઘટનાએ રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ ઘટના અંગે ગતરોજ જિલ્લા ભાજપે ઘટનાને વખોડી હતી. તેમજ આ ઘટનામાં ભાજપ પાર્ટીને કંઈપણ લાગતું વળગતું નહીં હોવાનું અને અન્ય પાર્ટીના લોકો પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યા હોવાના આક્ષેપો જિલ્લા ભાજપ પ્રમુખે કર્યા હતા. મંગળવારે મંદિર તોડવાની ઘટનાને લઈ જમીન માલિકોએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં જમીન માલિકોના વકીલ દીપક ગુપ્તાએ જણાવ્યું હતું કે, જમાલપોરના રે.સ.નં. 123/પૈકી વાળી જમીન જેનું કુલ ક્ષેત્રફળ હે.આરે.ચો.મી. 1-3-51 વાળી બિનખેતીની જમીન 2008માં ખરીદી હતી. જેનો રસ્તો સર્વોદયનગર સોસાયટીમાંથી બતાવ્યો હતો. જે અંગે સોસાયટી સાથે કાયદેસરના રસ્તા અંગેનો કરાર નવસારી સબ-રજીસ્ટ્રાર કચેરીમાંગત 28મી ઓગષ્ટ 1998 ના રોજ દસ્તાવેજ નં. 2012/1998થી કર્યો હતો.
હુકમની અવગણના કરાઈ હતી
અગાઉના માલિકે સોસાયટીમાં ડેવલોપીંગ કરવાના હેતુથી કાયદેસરનો નાણાંકીય વ્યવહાર પણ કર્યો હતો. અને તે અંગેની નોંધ સોસાયટીના ઠરાવ બુકમાં ઠરાવ નં. 1 થી નોંધાયેલો છે. હાલમાં જમીન માલિક જમીનમાં સાફ-સફાઈ તેમજ પુરાણ કરવાના હોવાથી ત્યાં ગયા હતા. જ્યાં રહીશોએ ગેરકાયદે દીવાલ બાંધી હતી. જેથી જમીન માલિકે સોસાયટીને મળીને દબાણ દુર કરવા જણાવ્યું હતું. પરંતુ સોસાયટીએ આવું નહી કરીને વધારાનું બાંધકામ ચાલુ કરી દીધુ હતું. જેથી જમીન માલિકે આ અંગેની જાણ લેખિતમાં નુડા કચેરીને કરતા નુડા અધિકારીએ સોસાયટીના પ્રમુખને ગેરકાયદે બાંધકામ અટકાવવા નોટીસ આપી હતી. છતાં બાંધકામ ચાલુ રાખતા નિકોએ વિરોધ કરતા પોલીસે લાઠીનો ઉપયોગ કરી બાંધકામ અટકાવવા સ્ટે આપ્યો હતો. પરંતુ સોસાયટીએ હુકમની અવગણના કરી ગેરકાયદે બાંધકામ દુર કર્યું ન હતું. જેથી નુડા કચેરી દ્વારા બાંધકામ દુર કરવામાં આવ્યું હતું.
ધર્મને નામે લોકોને ગેરમાર્ગે દોરવાના આક્ષેપો
પરંતુ સોસાયટીના રહીશો દ્વારા રસ્તાને અડચણરૂપ થવાના બદઈરાદેથી હિંદુ ધર્મની ધાર્મિક લાગણીઓ દ્વારા મંદિર બનાવીને જે કૃત્ય આચરવામાં આવ્યું છે અને સોસાયટી દ્વારા કંઈકને કંઈક મુદ્દાઓ લઈ રસ્તાના મુદ્દાને નેવે મૂકી માત્ર હિંદુ ધર્મની આસ્થાનો ઉપયોગ કરી લોકોને ગેરમાર્ગે દોરવાના આક્ષેપો કરી સોસાયટીના અમુક રહીશો અને આગેવાનો જાહેર જનતાને સાચી વાતથી અજાગ રાખી રહ્યા છે