World

US કમિટિની બાયડેન સરકારને ભલામણ: ભારતને નાટો પ્લસમાં સમાવેશ કરવાની માગ

નવી દિલ્હી: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીની (Narendra Modi) અમેરિકાની (America) મુલાકાત પહેલા, યુએસ કોંગ્રેસની એક સમિતિએ ‘નાટો પ્લસમાં’ ભારતના સમાવેશની બિડેન સરકારને ભલામણ કરીને વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું છે. સમિતિનું કહેવું છે કે ભારતના સમાવેશથી નાટો પ્લસ મજબૂત થશે. નાટો પ્લસએ વૈશ્વિક સંરક્ષણ સહયોગને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ સુરક્ષા વ્યવસ્થા છે. જેમાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન, ઈઝરાયેલ અને દક્ષિણ કોરિયા જેવાં દેશોનો સમાવેશ થાય છે. હવે આમાં ભારતનો પણ સમાવેશ થાય તેવી આશા વ્યકત કરવામાં આવી છે.

સમિતિએ કહ્યું કે જો ભારતને નાટો પ્લસનો હિસ્સો બનાવવામાં આવે છે તો વૈશ્વિક સુરક્ષાને મજબૂત કરવાની સાથે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની આક્રમકતાને રોકવા માટે અમેરિકા અને ભારત વચ્ચે ગાઢ ભાગીદારી વધશે. કહેવામાં આવી રહ્યું છે કે જો નાટો પ્લસનો છઠ્ઠો સભ્ય ભારતને બનાવવામાં આવે છે, તો આ દેશો વચ્ચે ગુપ્ત માહિતી શેર કરવાની સુવિધા હશે. તેમજ જો ભારતને નાટો પ્લસમાં સામેલ કરવામાં આવે તો દેશને સંરક્ષણ અને સુરક્ષા માટે અમેરિકા સાથે સરળતાથી જોડી શકાય છે.

યુ.એસ.ની પસંદગી સમિતિએ જણાવ્યું હતું કે, “ચાઇના કમ્યુનિસ્ટ પાર્ટી સાથે વ્યૂહાત્મક સ્પર્ધા જીતવા અને તાઇવાનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, યુનાઇટેડ સ્ટેટ્સે ભારત સહિત અમારા સહયોગીઓ અને સુરક્ષા ભાગીદારો સાથે સંબંધો મજબૂત કરવાની જરૂર છે.” નાટો પ્લસમાં ભારતનો સમાવેશ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં CCP આક્રમણનો સામનો કરવા અને વૈશ્વિક સુરક્ષાને મજબૂત કરવા માટે યુએસ અને ભારતની ગાઢ ભાગીદારીને વધારશે,” ભારતીય-અમેરિકન રમેશ કપૂરે જણાવ્યું હતું, તેઓ છેલ્લા છ વર્ષથી પ્રસ્તાવ પર કામ કરી રહ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ ભલામણને નેશનલ ડિફેન્સ ઓથોરાઈઝેશન એક્ટ 2024માં સ્થાન મળશે અને આ આખરે કાયદો બની જશે.

નાટો પ્લસ શું છે
નાટો પ્લસ એક સુરક્ષા વ્યવસ્થા છે જે વૈશ્વિક સંરક્ષણ સહયોગ વધારવા માટે નાટો અને પાંચ સહયોગી દેશો ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન, ઇઝરાયેલ અને દક્ષિણ કોરિયાને સાથે લાવે છે. આમાં ભારતનો સમાવેશ કરવાથી આ દેશો વચ્ચે ગુપ્ત માહિતીની સીમલેસ આદાનપ્રદાનને સક્ષમ બનાવશે અને ભારતને કોઈપણ સમયના વિલંબ વિના આધુનિક સૈન્ય તકનીકની ઍક્સેસ મળશે. યુએસ અને ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી) વચ્ચે વ્યૂહાત્મક સ્પર્ધા અંગેની હાઉસ સિલેક્ટ કમિટીએ તાઈવાનની ડિટરન્સ ક્ષમતા વધારવા માટે એક નીતિ ઠરાવ પસાર કર્યો હતો, જેમાં ભારતનો સમાવેશ કરીને નાટો પ્લસને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે.

Most Popular

To Top