Charchapatra

રાષ્ટ્રવાદ-રાષ્ટ્રીયતા

આજની દરેક સમસ્યાનાં મૂળ ભૂતકાળમાં રહેલાં હોય છે. એટલે જ તો ઇતિહાસનું આગવું મહત્ત્વ છે. જાણીતી ઉક્તિ છે કે ઇતિહાસમાંથી આપણે એટલું જ શીખવાનું રહે છે કે ઇતિહાસમાંથી આપણે કશું શીખતાં નથી. આજે રાષ્ટ્રવાદનો પવન ફૂંકાયેલો છે. પાનના ગલ્લાથી માંડીને સોશ્યલ મિડિયા સુધી બધે જ વિધર્મીઓ, આક્રાંતાઓના નામે હાકલા-પડકારા સાંભળવા મળે છે. વિધર્મીઓ દૂરદેશાવરથી આવીને ભારત પર રાજ કરી ગયા એ વાસ્તવિકતા જેટલી કહે છે, એ તેઓ કેમ સફળ થયા તેનું કારણ કોઈને કઠતું નથી. આપણે વહેંચાયેલાં હતાં છૂતાછૂતના તીવ્ર ભેદભાવમાં રાચતાં હતાં. સમયની તાતી જરૂરિયાત છે કે તમામ નીતિ, જ્ઞાતિ, સંપ્રદાય ત્યજીને ભારતીય તરીકેની ઓળખ દૃઢ કરવી પડે.

ભાજપનું ગોત્ર રા.સ્વ.સંઘ પણ મરાઠા પ્રેરિત બ્રાહ્મણવાદી હિન્દુવાદનો પુરસ્કર્તા મનાય છે. એ મ્હેણું ભાંગવા માટે સંઘ સામાજિક સમરસતાની ભભૂત વખત આવ્યે ચોળતો રહે છે. 2024ની ચૂંટણીમાં કોંગ્રેસ સહિતના વિપક્ષોએ ભાજપને સંવિધાનવિરોધી અને અનામતવિરોધી ચિતરીને બચાવની સ્થિતિમાં મૂકી દીધો. રાહુલ ગાંધી વાતે વાતે લાલ પૂંઠાવાળું બંધારણ લઈને ફરતાં થઈ ગયા હતા. ઈન્દિરાના રાજમાં કોંગ્રેસ મુસ્લિમ તુષ્ટિકરણ અને દલિત મતદારો પર મુસ્તાક હતા. તેનું સૂત્ર હતું ન જાત પર ના પાત પર મ્હોર લગેગી હાથ પર. સોશ્યલ મિડિયા પર વગર પગારના પ્રવક્તાની માફક મોદીના દરેક નિર્ણયને માસ્ટર સ્ટ્રોક ગણાવવા ઉત્સુક હોય છે.
ગંગાધરા – જમિયતરામ શર્મા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top