બોલિવૂડના ( bollywood) વરિષ્ઠ એક્ટર નસીરુદ્દીન શાહને ( nashrudin shah) હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા . તેમને મુંબઈની હિંદુજા ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.તેમને ન્યુમોનિયા થયા બાદ દાખલ કરવામાં આવ્યા હતા.જો કે તબિયતમાં સુધાર થતાં તેમને રજા આપી દેવામાં આવી છે. હાલ તેઓ સ્વસ્થ છે જે અંગે તેમના દીકરા વિવાને જાણકારી આપી છે.
નસીરુદ્દીન શાહને ન્યુમોનિયા અને ફેફેસાંમાં પેચ પણ મળી આવ્યા હતા. હોસ્પિટલમાં નસીરુદ્દીન શાહની પત્ની રત્ના પાઠક ( ratna pathak) તથા સંતાનો પણ હાજર રહ્યા હતા. નસીરુદ્દીન શાહના મેનેજરે કહ્યું હતું કે તેઓ બે દિવસથી હોસ્પિટલમાં હતા. ન્યુમોનિયા હોવાને કારણે તેમને એડમિટ કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં તેમના ફેફસામાં પેચ પણ મળ્યો હતો અને તેથી જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
દિગ્ગજ એક્ટર નસીરુદ્દીન શાહને 30 જૂનના રોજ એડમિટ કરવામાં આવ્યા હતા. તેમને સાત જુલાઈએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા. તેમના દીકરા વિવાને સોશિયલ મીડિયામાં પેરેન્ટ્સની તસવીર શૅર કરી છે. તસવીરમાં નસીરુદ્દીન શાહ પત્ની રત્ના સાથે જોવા મળે છે. આ તસવીર સાથે વિવાને કહ્યું હતું, ‘આજે સવારે જ રજા મળી. ઘરે પરત.’
70 વર્ષીય નસીરુદ્દીન શાહને ન્યુમોનિયા થયો હતો અને ફેફેસાંમાં પેચ પણ મળી આવ્યો હતો. હોસ્પિટલમાં નસીરુદ્દીન શાહની પત્ની રત્ના પાઠક તથા સંતાનો હતા. નસીરુદ્દીન શાહને હિંદુજા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.