Top News

પાર્કર પ્રોબ: સૂર્યને ‘સ્પર્શ’ કરનાર વિશ્વનું પ્રથમ અવકાશયાન, 11 લાખ ડિગ્રીની ગરમી આ રીતે પાર કરી

ન્યૂયોર્ક: (New York) નાસાના (NASA) અવકાશયાન (Spacecraft) ધ પાર્કર સોલર પ્રોબે પ્રથમ વખત સૂર્યને ‘સ્પર્શ’ કર્યો છે. આ અવકાશયાને સૂર્યના (Sun) વાતાવરણ (કોરોના) માં પ્રથમ વાર ડૂબકી લગાવી છે, જે અત્યાર સુધી ક્યારેય થયું ન હતું. નાસાના વૈજ્ઞાનિકોએ ગુરુવારે અમેરિકન જિયોફિઝિકલ યુનિયનની બેઠક દરમિયાન આ અદભૂત સિદ્ધિની જાહેરાત કરી હતી. વાસ્તવમાં પાર્કર સોલર પ્રોબ એપ્રિલ મહિનામાં સૂર્યથી તેની 8મી યાત્રા દરમિયાન કોરોનામાંથી પસાર થયું હતું. અવકાશમાં લાખો કિલોમીટરના અંતરે સ્થિત આ સ્પેસક્રાફ્ટથી માહિતી સુધી પહોંચવામાં અને પછી માહિતીનું વિશ્લેષણ કરવામાં વૈજ્ઞાનિકોને આટલો સમય લાગ્યો. સૂર્યને ‘સ્પર્શ’ કરનાર વિશ્વના આ પ્રથમ અવકાશયાને 11 લાખ ડિગ્રી સેલ્સિયસ એટલેકે 20 લાખ ડિગ્રી ફેરનહિટની ગરમી પાર કરી હતી.

અમેરિકન સ્પેસ એજન્સી નાસાના અવકાશયાન ‘પાર્કર સોલર પ્રોબ’ એ સૂર્યને ‘સ્પર્શ’ કરવાનું અભૂતપૂર્વ પરાક્રમ કર્યું છે. એક સમયે અશક્ય ગણાતી આ સિદ્ધિ સ્પેસક્રાફ્ટ દ્વારા આઠ મહિના પહેલા એટલે કે એપ્રિલમાં જ હાંસલ કરવામાં આવી હતી. વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ પ્રોબમાંથી તેમને મળેલ ડેટા મેળવવામાં ઘણા મહિના લાગ્યા અને ત્યાર બાદ તેની પુષ્ટિ કરવામાં ઘણા મહિના લાગ્યા.

જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના પ્રોજેક્ટના વૈજ્ઞાનિક નોઉર રઉફીએ જણાવ્યું હતું કે તે ખૂબજ મજેદાર અને રસપ્રદ છે. આ પ્રોબને વર્ષ 2018માં મોકલવામાં આવ્યું હતું. પાર્કરે સૌપ્રથમ સૌર વાતાવરણ અને આવનારા સૌર પવનોને પાર કર્યા ત્યારે તે સૂર્યના કેન્દ્રથી 13 મિલિયન કિલોમીટરના અંતરે હતો. આ દરમિયાન તેણે ત્રણ વખત કોરોનાની અંદર ડૂબકી લગાવી હતી. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ સમય દરમિયાન દરેક વખતે ડાઇવ ખૂબ જ સરળ હતી. મિશિગન યુનિવર્સિટીના જસ્ટિન કેસ્પરે પત્રકારોને જણાવ્યું હતું કે પ્રથમ અને સૌથી નાટકીય સમય હતો જ્યારે અમે 5 કલાક માટે નીચે હતા. તેમણે કહ્યું કે પાર્કર ખૂબ જ ઝડપે મુસાફરી કરી રહ્યો હતો અને તે દરમિયાન તેણે ખૂબ જ લાંબુ અંતર કાપ્યું હતું. આ દરમિયાન તેની સ્પીડ 100 કિમી પ્રતિ સેકન્ડ હતી.

પાર્કર પ્રોબ: સૂર્યને ‘સ્પર્શ’ કરનાર વિશ્વનું પ્રથમ અવકાશયાન છે જેણે સૂર્યના વાતાવરણનું તાપમાન, જેને કોરોના તરીકે પણ ઓળખવામાં આવે છે લગભગ 1.1 મિલિયન ડિગ્રી સેલ્સિયસ (આશરે બે મિલિયન ડિગ્રી ફેરનહીટ) છે તેને પાર કર્યું છે આવી ગરમી પૃથ્વી પર જોવા મળતા તમામ પદાર્થોને થોડીક સેકન્ડમાં ઓગાળી શકે છે. એટલા માટે વૈજ્ઞાનિકોએ અવકાશયાનમાં ખાસ ટેક્નોલોજી હીટ શિલ્ડ લગાવી છે જે લાખો ડિગ્રી તાપમાનમાં પણ અવકાશયાનને સૂર્યની ગરમીથી બચાવવાનું કામ કરે છે.

Most Popular

To Top