Science & Technology

નાસાના હેલિકોપ્ટરમાં એલિયને કર્યું આ કામ! મંગળ પરથી રહસ્યમય વીડિયો સામે આવ્યો

વોશિંગ્ટનઃ (Washington) નાસાનું (NASA) પર્સિવરેન્સ રોવર અને ઇન્જેનિટી હેલિકોપ્ટર (Helecopter) મંગળ (Mars) પર જેઝેરો ક્રેટર પર જીવનના પુરાવા શોધી રહ્યા છે. ત્યારે ઇન્જેનિટી હેલિકોપ્ટર સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. નાસાના વૈજ્ઞાનિકોએ સપ્ટેમ્બરના અંતમાં લાલ ગ્રહ પર ઇન્જેનિટીને ઉડાવ્યું હતું. ઇન્જેનિટીની આ 33મી ફ્લાઇટ હતી. આ દરમિયાન નાસાના એન્જિનિયરોએ ઇન્જેનિટી સાથે એક રહસ્યમય વસ્તુ જોઈ. આ નાના હેલિકોપ્ટરને મંગળની સપાટી પર ઉતરાણ માટે 4 પગ છે. જેમાંથી એક પર પગ રહસ્યમય વસ્તુ જોવા મળી હતી.

  • નાસાના વૈજ્ઞાનિકોએ સપ્ટેમ્બરના અંતમાં લાલ ગ્રહ પર ઇન્જેનિટીને ઉડાવ્યું હતું
  • નાસાના એન્જિનિયરોએ ઇન્જેનિટી સાથે એક રહસ્યમય વસ્તુ જોઈ
  • નાસાના એન્જિનિયરોએ તેને ઉડાડ્યું ત્યારે તેમને તેના એક પગ સાથે કંઈક લટકતું જોવા મળ્યું

જ્યારે નાસાના એન્જિનિયરોએ તેને ઉડાડ્યું ત્યારે તેમને તેના એક પગ સાથે કંઈક લટકતું જોવા મળ્યું હતું. જો કે આ વસ્તુ દોરા જેવી લાગતી હતી પરંતુ તેમ છતાં કેટલાક લોકોએ તેને સોશિયલ મીડિયા પર એલિયન કહી દીધું. એક યુઝરે લખ્યું કે એલિયને (Alien) તેના પગ નીચે દોરો બાંધ્યો છે. મિશનના NavCam એ તેના ફૂટેજ રેકોર્ડ કર્યા છે જે હેલિકોપ્ટરના પગમાં અટવાયેલો દોરા જેવો કાટમાળ દર્શાવે છે. જે ઉડાન દરમિયાન ફરીથી પડી જાય છે. એવું માનવામાં આવે છે કે આ વિમાનનો અમુક કાટમાળ હશે. ભૂતકાળમાં પણ આ જ રીતે એરક્રાફ્ટનો ભંગાર જોવા મળ્યો છે.

પાંચ ફ્લાઇટ માટે હેલિકોપ્ટર બનાવવામાં આવ્યું હતું
નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીના અધિકારીઓએ લખ્યું હતું કે ફ્લાઇટ અને પોસ્ટ-ફ્લાઇટ સર્ચ અને ટ્રાન્સફરની તમામ ટેલિમેટ્રી નજીવી છે. તે કોઈપણ રીતે હેલિકોપ્ટરને કોઈ પણ નુકસાન દર્શાવતી નથી. ઇન્જેનિટી અને પર્સીવરેન્સ માર્સ 2020ની ટીમ કાટમાળના સ્ત્રોતને સમજવા માટે કામ કરી રહી છે. ઇન્જેનિટી હવે વિસ્તૃત મિશન સાથે સારી ઉડાન ભરી રહી છે. આ ડ્રોન મંગળ પર જનાર પ્રથમ અને પાંચ ઉડાન માટે તૈયાર કરવામાં આવ્યું હતું.

જીવનની શોધમાં રોવર
નાસાનું પર્સિવરેન્સ રોવર મંગળ પર જીવનના ચિહ્નોના નમૂનાઓ શોધી રહ્યું છે. વૈજ્ઞાનિકો જાણવા માંગે છે કે શું મંગળ પર પ્રાચીન સમયમાં જીવન હતું. તેના દ્વારા તેઓ એ પણ જાણી શકશે કે અહીં જીવનની સંભાવના છે કે નહીં. દરમિયાન ઇન્જેનિટી હેલિકોપ્ટર પર્સીવરન્સ માટે એક ટેસ્ટ સ્કાઉટ તરીકે કામ કરી રહ્યું છે.

Most Popular

To Top