દોઢ વર્ષ પહેલાં મોટી નરોલી નજીક સ્ટેબિંગનો બનાવ બન્યો હતો. તેને ગંભીરતાથી નહીં લઈ ફરિયાદ નોંધી ન હતી. અને મરી ગયા બાદ હત્યાની ફરિયાદ નોંધાઈ હતી. જે બાબતને ઇન્કવાયરી થયા બાદ આખરે ઉચ્ચ અધિકારીઓએ પી.એસ.આઈ. તેમજ જમાદારને સસ્પેન્ડ કરી દેતાં કોસંબા સહિત સુરત જિલ્લા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.
કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના હાઇવે ઉપર આવેલા મોટી નરોલી પાસે હોટલ સિટીઝનની પાછળના ભાગે દોઢેક વર્ષ પહેલાં એક યુવાન ઉપર સ્ટેબિંગનો બનાવ બન્યો હતો. અને બાદ ભોગ બનનારનું મોત થયું હતું. સ્ટેબિંગનો ગંભીર બનાવ બન્યા છતાં જે-તે સમયે કોસંબા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈની ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરેશ નાયી તેમજ જમાદાર ધર્મેશ વસાવાએ સ્ટેબિંગના બનાવને ગંભીરતાથી લેવાને બદલે નિષ્ક્રિયતા સેવીને તાત્કાલિક ગુનો નોંધ્યો ન હતો.
અને સ્ટેબિંગનો ભોગ બનનાર પ્રતીક ગાયકવાડ નામના યુવાનનું મોત થતાં હરકતમાં આવેલી પોલીસે પાછળથી હત્યાનો ગુનો નોંધ્યો હતો. પરંતુ આ બાબતે છેક ઉપર સુધી ફરિયાદ થતાં ઉચ્ચ અધિકારીઓએ ગંભીરતાથી નોંધ લઇ દોઢ વર્ષના સમય બાદ કોસંબા પોલીસ સ્ટેશનમાં જે-તે સમયે પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ફરજ બજાવતા પરેશ નાયી તેમજ ટાઉન જમાદાર ધર્મેશ કોસંબા સહિત સુરત જિલ્લા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. અત્રે જાણવું રહ્યું કે, સસ્પેન્ડ થનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર હાલમાં માંગરોળ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇની ફરજ બજાવી રહ્યા હતા.