Dakshin Gujarat Main

નર્મદા ડેમની સપાટીમાં વધારો થતાં કાંઠાનાં ગામોને એલર્ટ કરાયાં

રાજપીપળા: ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ (Sardar Sarovar Dam) પર પાણીની આવકમાં વધારો થયો હોવાથી ડેમના ઉપરવાસમાં પડેલા અવિરત વરસાદને (Rain) પગલે છેલ્લા ૨૪ કલાકમાં સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં 78 સેન્ટિમીટરનો વધારો થયો છે. બુધવારે નર્મદા ડેમ પર પાણીની આવક 40733 ક્યુસેક છે અને જળ સપાટીમાં વધારો થતાં 125.78 મીટરે પહોંચી છે. નર્મદા ડેમની જળ સપાટી ગત વર્ષની સિઝનમાં જોઈએ તો આ વર્ષે 10 મીટર ઓછી છે. ત્યારે એક આશા છે કે ધીરે ધીરે વરસાદ પડી રહ્યો છે ત્યારે ડેમ ભરાઈ શકે તેમ છે. નર્મદા ડેમની (Narmada Dam) જળ સપાટી ૧૨૫ મીટર પાર કરી જતાં નર્મદા ડેમમાં કુલ પાણીનો કુલ સ્ટોરેજ 5961 જથ્થો મિલિયન કયુબિક મીટર છે.

આ વખતે પાણીની આવક નિરંતર વધારે આવતી નથી. કારણ કે, ઉપરવાસમાં જોઈએ તેટલો વરસાદ નથી. જેના કારણે ઓછી પાણીની આવક થતાં જળ સપાટી ઝડપથી નહીં પણ ધીરે ધીરે વધી રહી છે. ત્યારે છેલ્લા અઠવાડિયામાં નર્મદા ડેમની જળ સપાટી 2 મીટર કરતાં વધારે વધી છે. ઓછી આવકના પગલે ડેમને ભરવાં માટે વીજ મથકો બંધ રાખવામાં આવતાં પાણીની જાવક 4971 ક્યુસેક છે. જેના કારણે જળ સપાટીમાં ધીરે ધીરે વધારો હાલમાં જોવા મળી રહ્યો છે. આજની સ્થિતિની વાત કરવામાં આવે તો ડેમની જળ સપાટી 125.78 મીટર પાણીની આવક 40733 ક્યુસેક છે. અને 24 કલાકમાં જળ સપાટી 78 સેન્ટિમીટર વધી છે. બીજી બાજુ બુધવારે ગરુડેશ્વર દત્ત મંદિર પાસે બનેલો વિયર ઓવરફ્લો થયો છે. ને નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. હાલ નર્મદા નદી કિનારે આવેલાં ચાંદોદ, કરનાળી, માલસર, વાસણ, તિલકવાડા, રામપરા, સિસોદ્ર સહિતનાં ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે.

કરજણ ડેમના 9 ગેટ ખોલી 1.54 લાખ ક્યુસેક પાણી છોડાયું: 5 ગામ એલર્ટ

રાજપીપળા: નર્મદા જિલ્લામાં જીતગઢ ગામ નજીક આવેલ કરજણ બંધના ઉપરવાસમાં આવેલા સ્ત્રાવ વિસ્તાર સાગબારા અને ડેડિયાપાડા તાલુકામાં ભારેથી અતિભારે વરસાદના કારણે ચાલુ સિઝનમાં 95 ટકાથી વધુ વરસાદ નોંધાયેલ છે. જેથી 29મી સપ્ટેમ્બરે સવારે 7 વાગે કરજણ જળાશયની સપાટી 115.30 મીટર નોંધાઇ હતી. કરજણ જળાશયમાંથી અંદાજે 1.61 લાખ ક્યુસેક પાણીના ઇનફ્લો સામે 9 ગેટ 3 મીટર ઊંચા ખોલીને 1.54 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top